Sat Sep 05 2026

Logo

ફ્લેટ શરૂઆત બાદ શેર બજારમાં તેજી: આ સેક્ટરના શેર્સ દબાણ હેઠળ

2026-04-17 10:13:00
Author: Savan Zalariya
ફ્લેટ શરૂઆત બાદ શેર બજારમાં તેજી: આ સેક્ટરના શેર્સ દબાણ હેઠળ


મુંબઈ: આજે અઠવાડીયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, ત્યાર બાદ તેજી તરફ આગળ વધ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 12 પોઇન્ટના ઘટાડા સાથે 77,976 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) ઇન્ડેક્સ 30 પોઇન્ટ ઘટાડા સાથે 24,166 પર ખુલ્યો.

આજે 1,628 શેર વધારા સાથે ખુલ્યા, જ્યારે 738 શેર ઘટાડા સાથે ખુલ્યા અને 168 શેર કોઈ પણ ફેરફાર વગર ખુલ્યા.

આજે નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં ITC અને NTPCના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો, આ ઉપરાંત  ટ્રેન્ટ, ONGC અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં મોટો વધારો નોંધાયો. બીજી તરફ  IT સેક્ટરમાં દબાણ જોવા મળી રહ્યું છે. વિપ્રો, HCL ટેક અને ટેક મહિન્દ્રાના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો. HDFC લાઇફ અને ટાટા કન્ઝ્યુમર શેરોમાં પણ વેચવાલી જોવા મળી.

સામાન્ય શરૂઆત બાદ સેન્સેક્સ 10.05 વાગ્યે સેન્સેક્સ+253.24 (0.32%)ના વધારા સાથે 78,241.92 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 65.90 (0.27%)ના વધારા સાથે 24,262.65 પર પહોંચ્યો હતો.

એશીયાન બજારમાં ઘટાડો:
આજે શુક્રવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો. જાપાનના ઇન્ડેક્સ નિક્કી-225માં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો અને ટોપિક્સમાં 0.62 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.43 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.35 ટકાનો ઘટાડો નોંધાયો. 

યુએસ બજારો રેકોર્ડ સ્તરે:
ગુરુવારે યુએસ શેરબજારોમાં રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા. નાસ્ડેક અને એસએન્ડપી-500 ઇન્ટ્રાડે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 115 પોઈન્ટ(0.24 ટકા)ના વધારા સાથે 48,578.72 પર બંધ થયો, જ્યારે એસએન્ડપી-500 18.33 પોઈન્ટ(0.26 ટકા)ના વધારા સાથે  7,041.26 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 86.69 પોઈન્ટ (0.36  ટકા)ના વધારા સાથે 24,102.70  પર બંધ થયો.