Fri Aug 28 2026

Logo

લગ્નમંડપમાં લોહી રેડાયું! બિહારમાં વરમાળા પહેરાવતી વખતે જ દુલ્હન પર ફાયરિંગ, હાલત ગંભીર

2026-02-25 16:24:00
Author: Savan Zalariya
લગ્નમંડપમાં લોહી રેડાયું! બિહારમાં વરમાળા પહેરાવતી વખતે જ દુલ્હન પર ફાયરિંગ, હાલત ગંભીર

બક્સર: બિહારના બક્સર જિલ્લાના ચૌસાના મલ્લાહ ટોલી ગામમાં એક આઘાતજનક ઘટના બની હતી, એક લગ્ન સમારોહમાં ઉત્સાહનો માહોલ દર્દનાક ચીસોમાં ફેરવાઈ ગયો, વરમાળાની વિધિ દરમિયાન એક યુવકે કાન્યાને પેટના ભાગે ગોળી મારી દીધી હતી. કન્યાને ગંભીર ઈજા પહોંચી છે, હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

અહેવાલ મુજબ જાન ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સુલેમાનપુર ગામથી ચૌસા મલ્લાહ ટોલી આવી હતી. રાત્રે સૌ આનંદ અને ઉત્સાહમાં હતાં, વિધિ પૂર્વ લગ્ન થઇ રહ્યા હતાં. વરમાળાની વિધિ ચાલી રહી હતી ત્યારે, એક યુવક ચહેરો ઢાંકીને સ્ટેજ પર આવ્યો કન્યાના પેટના ભાગે ગોળી મારી દીધી. ગોળી વાગતા કન્યા સ્ટેજ પર જ ઢળી પડી. તેને શરૂઆતમાં બક્સરની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાર બાદ વારાણસીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. 

પાગલ પ્રેમીએ મારી ગોળી:

અહેવાલ મુજબ કન્યાની ઓળખ આરતી કુમારી કુમારી તરીકે થઇ છે, તેની નજીક હાજર સંબંધીઓના જણાવ્યા મુજબ ગોળી વાગ્યા બાદ આરતી બોલી હતી, "દિનબંધુએ મને ગોળી મારી." અહેવાલ મુજબ  દિનબંધુ આરતીના ટેક તરફી પ્રેમમાં હતો, ગોળીબાર કર્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

લગ્ન દરમિયાન ગોળીબારની ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.  

પોલીસે કાર્યવાહી શરુ કરી:

આ ઘટનાની જાણ થતા બક્સરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. પોલીસની ટીમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ મુજબ પોલીસ આરોપી દિનબંધુની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. પોલીસે અન્ય એક શખ્સની અટકાયત કરી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

અહેવાલ મુજબ આરોપી દીનબંધુ આરતીને એકતરફી પ્રેમ કરતો હતો, તેણે અગાઉ આરતીના લગ્ન તોડવાનો પ્રયાસ કર્યો હતો.