Mon Sep 07 2026

Logo

બિહારની બાંકીપુર બેઠકની પેટાચૂંટણીમાં અપસેટ સર્જાયો,  પ્રશાંત કિશોરે જીત મેળવી

2026-08-03 18:42:30
Author: Chandrakant Kanoja
બિહારની બાંકીપુર બેઠકની પેટાચૂંટણીમાં અપસેટ સર્જાયો,  પ્રશાંત કિશોરે જીત મેળવી

બાંકીપુર: બિહારમાં ભાજપ માટે મહત્વની ગણાતી એવી બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. જેમાં  જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે 18,953 મતોના માર્જિનથી વિજય મેળવ્યો. આ હરીફાઈમાં ભાજપના નીરજ સિંહાનો પરાજય થયો હતો.જ્યારે આરજેડી ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.

પ્રશાંત કિશોરે  ભાજપની જીતનો રેકોર્ડ તોડ્યો

બિહારની બાંકીપુર બેઠક પર પરાજય ભાજપ માટે મોટા ફટકા સમાન છે. કારણ કે આ બેઠક  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હતી. જે રાજ્યસભામાં ગયા બાદ ખાલી પડી હતી. તેમજ બિહારની બાંકીપુર બેઠક વર્ષ 1990 થી ભાજપનો ગઢ રહી છે. જોકે, પ્રશાંત કિશોરે આ બેઠક પર ભાજપની જીતનો રેકોર્ડ તોડ્યો છે. 

નીતિન નબીન વર્ષ 2006 માં પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા 

બિહારની બાંકીપુર બેઠક વર્ષ 1990 થી ભાજપનો ગઢ રહી છે. વર્ષ 1990 થી 2005  સુધી નબીન કિશોર બાંકીપુર( પહેલા પટના પશ્ચિમ) થી વિધાનસભાની ચૂંટણી સતત જીતતા રહ્યા. તેમના અવસાન બાદ  નીતિન નબીન વર્ષ 2006 માં પહેલી વાર પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2025 સુધી આ બેઠક પર રહ્યા હતા. 

પ્રશાંત કિશોરે સીએમ સમ્રાટ ચૌધરી પર નિશાન સાંધ્યું 

તેમજ પ્રશાંત કિશોરે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો અંગે એક નિવેદન બહાર આપીને સીએમ સમ્રાટ ચૌધરી પર નિશાન સાધ્યું  હતું. તેમણે કહ્યું, બિહારના લોકો સીએમ સમ્રાટ ચૌધરીના નેતૃત્વને સ્વીકારતા નથી. ભાજપે બિહારનું નેતૃત્વ ગુનાહિત વલણ ધરાવતા વ્યક્તિને સોંપી દીધું છે. જે લોકો માટે અસ્વીકાર્ય છે.