Tue Apr 21 2026

Logo

અલખનો ઓટલોઃ બ્રહ્મ સંસ્કૃતિના જ્યોતિર્ધર કવિશ્રી માવજી ઠાકર

2026-04-06 12:26:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ઉના તાલુકાના કાજરડી ગામે યજમાનવૃત્તિ કરનારા ભક્તકવિ માવજીદાદા કૃત 9પ જેટલી પદ્ય રચનાઓનો સંગ્રહ એમના પ્રપૌત્ર હરીશ વલ્લભજી ઠાકર  તથા એમના ત્રણ ભાઈઓ- દિનેશભાઈ, ભરતભાઈ અને શરદભાઈ દ્વારા 1 જુલાઈ 2002ના 2ોજ ‘શ્રદ્ધા શતક’ નામથી પ્રકાશિત થયેલ છે. 

જેમાં માવજી દાદાના પૂર્વજોની પરંપરા દર્શાવીને કરતાલ સાથે કીર્તનો ગાનારા સંગીતપ્રિય કીર્તનકાર અને પદ-ભજન સર્જક માવજી દાદાની વંશ પરંપરા પણ આપી છે. માવજી દાદાએ બદ્રિનાથ, જગન્નાથપુરી, રામેશ્વ2 અને દ્વારકાનાં ચાર ધામની યાત્રા પણ કરેલી, એ અંગેનાં પદ્યો પણ એમણે રચેલાં છે. 

ઉપરાંત  વિ.સં.196પથી શરૂ કરીને વિ.સં.1986 સુધીના સમયગાળામાં ગુજરાતી ભાષામાં જુદાજુદા રાગોમાં રચાયેલાં શ્રીકૃષ્ણકીર્તન, અધ્યાત્મ સંબંધી ઉપદેશાત્મક ભજન રચનાઓ, પ્રભાત-પ્રભાતી રચનાઓ, સ્તુતિ, સાખી, દોહરા જેવાં સ્વરૂપોમાં  વિ.સં.1983માં અતિશય થયેલી વર્ષાને કુદરતના કહેર,અનાજની તંગી, તીડનું આક્રમણ જેવી ઘટનાઓનું વર્ણન કરતી વિવિધ પદ્ય કૃતિઓનું સંકલન એમાં કરવામાં આવ્યું છે.

વંદું વ્રજરાજ રાજ નંદ કે નંદા, 
નંદ કે નંદા રે બાળ મુકુન્દા,
મેં તો બલિહારી વારી ગોકુળ ચંદા, 
કર ગ્રહી લીજો પ્રભુ છોડજો ફંદા..
-વંદું વ્રજરાજ રાજ નંદ કે નંદા...0
માયામેં રાજી, મન ભયે પાજી, 
કરત કુબુદ્ધિ અધરમ ધંધા,
વિષય વિકાર ભયે નિશિવાસર, 
કામિની સંગ કરત હે આનંદા..
-વંદું વ્રજરાજ રાજ નંદ કે નંદા...0
બડે ભયે પર બિગરે ડહાપનમેં, 
કરત અનીતિ આપે અંધા,
માળા ફેરવતાં મૂરખા લાજે, 
ખૂંચી રહત ખુશાલીમેં ખંધા..
-વંદું વ્રજરાજ રાજ નંદ કે નંદા...0
મિથ્યા મિથ્યા કરત ગુમાના, 
કરત કુસંગ અરૂ રહત હે ગંદા,
માવજી કહે મન રાખો હરિમાં, 
તો છૂટો જમ કિંકર ફંદા..
-વંદું વ્રજરાજ રાજ  નંદ કે નંદા...0
    0 0 0 0 0
જ્ઞાને કરીને ગોતીયું, બહુનામીની બીક,
માવજી કે મુજને મળ્યો, ઠાકર મારો ઠીક઼.
જ્યાં જોઉં ત્યાં તુંજ છે, ઝળહળ જ્યોત પ્રકાશ,
ગુરુ ગમથી તું ગોતજે, તું તો તારી પાસ..
જે કરવું તે તાહરે, કોઈનું નાવે કામ,
માવજી કે મન ભટકમાં, સાચે રાચે રામ઼.
        0 0 0 0 
હરિ અમારો ઝાલો હાથ, 
હવે હદ થાય છે રે,
આ કળિયુગે કરિયો કેર, 
દિલડું દુ:ભાય છે રે...
- હરજી ઝાલો અમારો હાથ, 
હવે હદ થાય છે રે..0
કૃષ્ણ કૃપાળુ ઝાઝું શું કહીએ ? 
તમે રાખો તેમ ત્રિકમ રહીએ,
મૂળે તમારાં છઈએ, દાસ દુ:ખાય છે રે...
માત પિતા મહારાજ છો આપે, 
સગા સહોદર બાંધવ જ્ઞાતે,
લાજ તમારે હાથે જીવન જાય છે રે...
    - હરજી ઝાલો અમારો હાથ, 
હવે હદ થાય છે રે..0
અંતરજામી નથી અજાણ્યું, 
કઠણ આવ્યું આ ત્રિકમ ટાણું,
હરિ ધરમની હાણ્યું, ગરજી ગણાય છે રે..
શંખ ફૂંક્યો કેમ ચક્ર જ પાણિ, 
આગે તાર્યા ઈ એંધાણી,
માવજી કહે મહારાજ અમારું અધવચ વ્હાણ તણાય છે રે..
    - હરજી ઝાલો અમારો હાથ, 
હવે હદ થાય છે રે..0