Sat Sep 05 2026

Logo
આવતીકાલથી ચાર દિવસ સુધી બેંકો રહેશે, RBIએ આપી મહત્ત્વની માહિતી...

બેંકિંગના કામ પતાવવાનું વિચારી રહ્યા છો?

2026-03-25 14:58:29
Author: Darshana Visaria
બેંકિંગના કામ પતાવવાનું વિચારી રહ્યા છો?

જો તમે પણ આવતા અઠવાડિયે બેંકિંગના કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ આવતીકાલથી સતત ચાર દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તહેવારો અને વીકેન્ડના કારણે સતત ચાર દિવસ સુધી દેશના વિવિધ રાજ્યમાં બેંક હોલિડે રહેશે. 26મી માર્ચથી 29મી માર્ચ દરમિયાન વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે, ચાલો જોઈએ તમારા રાજ્યમાં ક્યારે ક્યારે બેંકોમાં રજા રહેશે... 

માર્ચ 2026ના છેલ્લાં અઠવાડિયામાં ક્યારે રહેશે બેંકોમાં રજાઃ

26મી માર્ચ, 2026 ના ગુરુવારના રોજ રામ નવમી એટલે કે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે દેશના અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 
કયા રાજ્યોમાં રજા: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ચંદીગઢ.

27મી માર્ચ, 2026 ના શુક્રવારે પ્રાદેશિક રામ નવમી નિમિત્તે કેટલાક રાજ્યોમાં રામ નવમીની રજા 27મી માર્ચે આપવામાં આવશે. 
કયા રાજ્યોમાં રજા: મધ્ય પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, તેલંગાણા, બિહાર અને આંધ્ર પ્રદેશ.

28મી માર્ચ, 2026 ના શનિવારે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે આરબીઆઈના નિયમ અનુસાર મહિનાના ચોથા શનિવારે દેશભરની તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં ઓફિશિયલી રજા હોય છે.

29મી માર્ચ, 2026 ના રોજ રવિવારની વીકલી રજા હોવાને કારણે દેશભરની તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં રજા રહેશે.

31મી માર્ચ, 2026 ના મંગળવારે મહાવીર જયંતીના તહેવાર નિમિત્તે અનેક રાજ્યોમાં મહાવીર જયંતી નિમિત્તે રજા રહેશે. 
કયા રાજ્યોમાં રજા: ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, છત્તીસગઢ અને રાજસ્થાન સહિતના રાજ્યો.

બંધને કારણે ગ્રાહકો પર એની શું અસર જોવા મળશે-
 

  • માર્ચ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં આરબીઆઈની ગાઈડલાઈન હેઠળ સરકારી અને પ્રાઈવેટ બેંકમાં રજા હોવા છતાં પણ ખાતાધારકો નીચેની સેવાઓનો કોઈપણ અવરોધ કે મુશ્કેલી વિના ઉપયોગ કરી શકશે.
     
  • ડિજિટલ બેંકિંગ: નેટ બેંકિંગ અને મોબાઈલ એપ દ્વારા વ્યવહારો કરી શકાશે.
     
  • એટીએમ સેવાઓ: રોકડ ઉપાડવા માટે એટીએમ મશીનો કાર્યરત રહેશે.
     
  • ઓનલાઈન ટ્રાન્સફર: યુપીઆઈ, એનઈએફટી અને આરટીજીએસ દ્વારા પૈસાની લેવડ-દેવડ ચાલુ રહેશે.
     
  • ચેક ક્લિયરન્સ જેવી કામગીરીમાં રજાઓને કારણે વિલંબ થઈ શકે છે, તેથી અર્જન્ટ પેમેન્ટ માટે ઓનલાઈન માધ્યમ પસંદ કરવું હિતાવહ છે.