Wed Aug 19 2026

Logo

અવધ ઓઝાએ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન, નીતીશકુમાર રાજકારણના અનુભવી ખેલાડી

2026-04-02 16:50:00
Author: Mumbai Samachar Team
Article Image

પટણાઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને જાણીતા શિક્ષણવિદ અવધ ઓઝાએ એક નિવેદન આપીને ચર્ચના નવા મુદ્દાને જન્મ આપી દીધો છે. અવધ ઓઝાએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર વડાપ્રધાન બને અથવા ફરી સંન્યાસ લઈ લે. આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉવધ ઓઝાએ આ સિવાય બિહારની રાજનીતિને સ્પર્શતા કેટલાક મુદ્દાઓ ઊઠાવ્યા છે. 

શું કહ્યું અવધ ઓઝાએ?
અવધ ઓઝાએ કહ્યું કે, નીતીશકુમાર રાજનીતિના અનુભવી નેતા છે. એમના શાસનકાળમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. હવે નીતીશકુમારે વડાપ્રધાન તરીકેના પદથી નીચેના પદ પર ન આવવું જોઈએ. ભલે ચાર દિવસ માટે બનો પણ વડાપ્રધાન બની જાવ. મને એવું લાગે છે કે, રોલ્સ રોયલમાં બેસી ગયા બાદ જો કોઈ મજબૂરી ન હોય તો એનાથી કોઈ સસ્તી ગાડીમાં ન બેસવું જોઈએ. આવું કહીને તેમણે રાજકીય પદ અને રાજ્યસભામાં એમની નિયુક્તિ બાજુ ઈશારો કર્યો. ઓઝાએ ઉમેર્યું હતું કે, હું નીતીશકુમારને સલામ કરૂ છું. પોતાના વ્યક્તિત્વને કારણે તેઓ લાંબા સમય સુધી બિહાર પર રાજ કરતા રહ્યા. તેઓ સતત 20 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા છે. આ વખતે તેમણે પોતાના દમ પર ચૂંટણી જીતી છે. 

રાજ્યસભાના સાંસદ થશે
લોકો એમને વોટ આપતા હોય તો બીજા કોઈ કારણો ન હોઈ શકે. લોકો એમના નેતૃત્વને વોટ આપી રહ્યા હતા.હવે જો તેઓ વડાપ્રધાન બને છે તો લાંબા સમય સુધી તેઓ વડાપ્રધાન તરીકે બન્યા રહેશે. નીતીશકુમાર રાજ્યસભામાં નિયુક્ત થયા છે. 10 એપ્રિલના રોજ તેઓ રાજ્યસભના સભ્ય તરીકે શપથ લેશે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને રાજ્યસભાના સભ્ય તરીકેનું પદ સ્વીકારશે. આ માહોલ વચ્ચે પટણાથી લઈને ભાગલપુર સુધી ચર્ચા એ છે કે, હવે પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ આવશે. આ પ્રકારનું નિવેદન આપીને ઓઝાએ નવી જ ચર્ચાનો મુદ્દો ઊઠાવ્યો છે. 

બિહારમાં રાજકીય હિલચાલ
બિહારમાં જ્યારથી નીતીશકુમારે રાજ્યસભાના સભ્ય તરીકેની ઈચ્છા વ્યક્ત કરી છે એ સમયથી બિહારના નવા મુખ્યમંત્રી તરીકેની શોધ શરૂ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ સરપ્રાઈઝ આપવાના મૂડમાં છે તો જેડીયુમાંથી આવતા મોટાનેતાઓ જેમની પાસે હાલમાં જે મંત્રાલય છે તેઓ ઈચ્છે છે કે, જેડીયુમાંથી કોઈ આવે. એક વાત તો નક્કી છે કે, જેડીયુના સુપ્રીમો તરીકે નીતીશકુમાર યથાવત રહેશે પણ મુખ્યમંત્રી તરીકે પણ એમની પાર્ટીનો કોઈ વ્યક્ત આવે એવું પ્રાધાન્ય છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી બિહારમાં મજબૂત છે. ઘણા એવા વિસ્તારોમાં એમનો હોલ્ટ છે. એટલે ભાજપના હાઈકમાન્ડની ઈચ્છા પોતાના માનીતા અને લોકોમાં જાણીતા ચહેરાને ચાન્સ આપવાની છે.