Sat Sep 12 2026

Logo

ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ ટેસ્ટના પ્રથમ દિવસે 18 વિકેટ પડી! જાણો, કયા બે બોલરે મોટા તરખાટ મચાવ્યા

Mackay   2026-08-22 14:01:21
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ ટેસ્ટના પ્રથમ દિવસે 18 વિકેટ પડી! જાણો, કયા બે બોલરે મોટા તરખાટ મચાવ્યા

મકાય: બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં પહેલા દિવસની રમતના અંત સુધીમાં યજમાન ઑસ્ટ્રેલિયા (Australia)એ પ્રથમ દાવમાં આઠ વિકેટે 165 રન કર્યા હતા અને 101 રનની સરસાઈ મેળવી હતી.

બાંગ્લાદેશ (Bangladesh)ના પ્રથમ દાવમાં ફક્ત 64 રન હતા. આખા દિવસમાં કુલ 18 વિકેટ પડી જેમાંથી 12 વિકેટ બે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરે મેળવી હતી.

ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે 12 રનમાં છ અને બાંગ્લાદેશના શોરિફુલ ઈસ્લામે 35 રનમાં છ વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાનો પણ બાંગ્લાદેશ જેવો ધબડકો થયો હતો, પરંતુ સ્ટીવ સ્મિથ (42 રન) અને કૅમેરન ગ્રીન (51 નોટઆઉટ) વચ્ચેની ચોથી વિકેટ માટેની 77 રનની ભાગીદારીએ ટીમની આબરૂ સાચવી લીધી હતી. ગ્રીન સાથે નૅથન લાયન 10 રને રમી રહ્યો હતો.