નવી દિલ્હી: જોધપુરમાં સગીર વિદ્યાર્થીની સાથે બળાત્કાર કેસમાં દોષિત આસારામની વચગાળાની તબીબી જામીન અરજી પર એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટ આ મામલે 6 ઓગસ્ટના ગુરુવારે સુનાવણી કરશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ કોર્ટમાં તેમનો તબીબી અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આસારામને હાલમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, પરંતુ 24 કલાક તબીબી દેખરેખ રાખવાની જરૂર છે.
મેડિકલ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સુપ્રીમે સ્ટેમાં ઉલ્લેખિત અમુક મુદ્દાઓને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. મામલાની સુનાવણી દરમિયાન સ્વાસ્થ્ય સ્થિતિ, મેડિકલ રિપોર્ટ તેમ જ જામીનની માંગ સહિતના વિષયો મુખ્ય છે.
આસારામના વચગાળાના જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ AIIMS તરફથી એક વિસ્તૃત મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ. એમ. સુંદરશ તેમજ જસ્ટિસ પી. બી. વરાલેની ખંડપીઠે રિપોર્ટનું અવલોકન કર્યું હતું. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે આસારામને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. જો કે તબીબોએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાને લેતા તેને 24 કલાક સુધી તબીબી દેખરેખમાં રાખવાની જરૂર છે.
આ રિપોર્ટમાં સુપ્રીમે AIIMSના રિપોર્ટના બંને ભાગ પર ધ્યાન દોરતા કહ્યું હતું કે રિપોર્ટનો એક ભાગ એવું કહે છે કે આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, જ્યારે બીજા ભાગમાં 24 કલાકની તબીબી દેખરેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે આ મુદ્દા પર ધ્યાન દોરીને આગળની સુનાવણી 6 ઓગષ્ટના રોજ નક્કી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે 21 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે AIIMSના ડિરેક્ટરને એક્સપર્ટ તબીબોની ટીમ દ્વારા આસારામના વિસ્તૃત સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરાવવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે એ જાણવા તરફ આંગળી ચીંધી હતી કે આસારામની સ્વાસ્થ્ય સ્થિતિ હકીકતે કેટલી ગંભીર છે અને તેને મેડિકલ કારણોસાર આતંરિક જામીન આપવા જોઈએ કે નહિ.