Thu Aug 27 2026

Logo

અર્શદીપ સિંહે કોહલી સાથેની વાયરલ રીલ સહિત 200થી વધુ પોસ્ટ કેમ ડિલીટ કરી? જાણો અટકળો

2026-05-26 15:18:43
Author: Mayur Patel
અર્શદીપ સિંહે કોહલી સાથેની વાયરલ રીલ સહિત 200થી વધુ પોસ્ટ કેમ ડિલીટ કરી? જાણો અટકળો

નવી દિલ્હીઃ અર્શદીપ સિંહ હાલ ચર્ચામાં છે, તેમાંય વળી આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ્સ)માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે ગર્લફ્રેન્ડ અને ખેલાડી પર કરેલી ટિપ્પણીના કારણે સમાચારમાં હતો. પરંતુ આ વખતે તે 200થી વધુ પોસ્ટ ડિલીટ કરવાના કારણે ચર્ચામાં છે. ઉપરાંત તેણે DP પણ બદલ્યું છે. તેને જે પોસ્ટ ડિલીટ કરી છે તેમાં વિરાટ કોહલીવાળી વાયરલ પોસ્ટ તેમ જ પંજાબ કિંગ્સ સાથે જોડાયેલી બીજી પોસ્ટ પણ છે.

ડાબોડી ફાસ્ટ બોલરે આ પોસ્ટ કેમ ડિલીટ કરી તે અંગે કોઈ કારણ આપ્યું નથી. જેના કારણે તેના ફેંસ અનેક પ્રકારની અટકળો કરી રહ્યા છે, જે મુજબ આ મામલો અંગત હોઈ શકે છે કે અથવા તેની પાછળ બીજું કારણ હોઈ શકે છે.

અર્શદીપે 200થી વધુ પોસ્ટ ડિલીટ કરી છે. હવે તેના ઈન્સ્ટાગ્રા પર પોસ્ટની સંખ્યા માત્ર 40 છે.  જે પોસ્ટને તેણે ડિલીટ કરી છે તેમાં કોહલી સાથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન બનાવેલી રિલ પણ છે. તેને 150 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

થોડા દિવસ પહેલા અર્શદીપ સિંહને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં તિલક વર્મા સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેની આલોચના થઈ હતી. ભારતના પૂર્વ ક્રિકેટર એલ શિવરામાકૃષ્ણને તેની નિંદા કરી હતી અને આઈપીએલમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

આઈપીએલ 2026માં કેવું રહ્યું પ્રદર્શન

આઈપીએલ 2026માં અર્શદીપ સિંહે 14 મેચમાં 541 રન આપીને 14 વિકેટ લીધી હતી. તેણે 10.21ની સરેરાશથી રન આપ્યા હતા.