કેલિફોર્નિયાઃ એપલ કંપનીના પહેલા ફોલ્ડેબલ આઈફોનનો ફર્સ્ટલૂક સામે આવ્યો છે. આ નવો ફોન આ વર્ષે જ માર્કેટમાં આવી જશે. આ માટે કંપનીએ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. iphone Ultra નામથી આ નવો ફોન લૉંચ કરવામાં આવશે. આ નવો ફોન સ્માર્ટ ફોનની માર્કેટમાં અલ્ટ્રા પ્રીમિયમ માર્કેટને કવર કરશે. ફોલ્ડેબલ સેગમેન્ટનો આ પહેલો ફોન દેખાવમાં આકર્ષક છે. લાંબા સમય સુધી ચાલે એવી બેટરી છે અને ડીસપ્લે પણ સારી એવી આપવામાં આવી છે.

સૌથી શ્રેષ્ઠ બેટરી
ફોલ્ડેબલ આઈફોન બેટરીના મામલે અગાઉના ફોનની ઓવરટેક કરી શકે છે. નવા ફોનમાં 58000mAhની બેટરી મળી શકે છે. આ અત્યાર સુધીના આઈફોનમાં મળનારી અને સૌથી લાંબા અંતર સુધી ચાલનારી બેટરી હશે. ફોલ્ડેબલ સેગમેન્ટમાં અન્ય કોઈ કંપની આવી બેટરીની ઓફર કરતી નથી. ફોલ્ડેબલ સેગમેન્ટમાં તે બીજા ફોનની તુલનામાં સારી એવી રેન્જ આપી શકે છે. કંપની નવા ફોનમાં ક્રીઝ ફ્રી ડિસપ્લે આપવા માગે છે. એપલ કંપનીએ આ માટે ઘણા પ્રયાસો કર્યા છે. ક્રીઝને એટલા ઝડપથી દૂર નહીં કરી શકાય.
ક્રીઝ ફ્રી કરવાનો પ્રયાસ
કંપની અહીંયા સેમસંગની ડીસપ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. 0.15mmની ક્રીઝ નવા ફોનમાં જોવા મળી શકે છે. એપલ અહીં 3ડી પ્રિન્ટેડ પાર્ટ્સનું લિક્વિડ મેટલનો ઉપયોગ કરી શકે છે. ઓવરઓલ લૂકની વાત કરવામાં આવે તો ફોલ્ડ થયા બાદ તે સ્માર્ટ જેવો દેખાશે પણ ઓપન કરતા તે ટેબલેટ જેવી ફીલ આપી શકે. કંપનીએ આ માટે ફોર્મ ફેક્ટર પણ ચેન્જ કર્યું હતું. કલર્સ અંગે હાલ કોઈ વિગત કંપનીએ શેર કરી નથી. પોકેટ સાઈઝને ધ્યાનમાં રાખીને કંપનીએ ફોન ફોલ્ડ થયા બાદ પણ આસાનીથી ખિસ્સામાં મૂકી શકાય એ રીતે તૈયાર કર્યો છે.
બેસ્ટ કેમેરા સેટઅપ
આઈફોન છે એટલે કેમેરા સેટઅપ સારૂ જ રહે. કેમેરા સેટઅપની વાત કરવામાં આવે તો ફોનમાં કુલ ચાર સેંસર આપવામાં આવ્યા છે. રેરમાં 48MP પ્રાયમરી સેંસર સાથે 48 MP અલ્ટ્રાવાઈડ લેંસ આપવામાં આવ્યો છે. ફ્રન્ટની વાત કરવામાં આવે તો મેઈન અને કવર સ્ક્રિન પર એક-એક એમ કુલ બે કેમેરા આપવામાં આવ્યા છે. ટચઆઈડી સેંસરને પાવર બટન સાથે ઈન્ટીગ્રેડ કરી શકાય છે. હાલ તો ફોનનો ફર્સ્ટલૂક લીક થઈ ગયો છે. ફોનની કિંમત પર કોઈ રિપોર્ટમાંથી વિગત સામે આવી નથી.
સેમસંગને ટક્કર આપશે
આ નવા મોડલની કિંમત 1.85 લાખથી વધારે હોઈ શકે છે. કંપનીએ હજુ સુધી આ ફોનની કિંમત ફાયનલ કરી નથી. આ વિષય પર હજુ સુધી કંપનીઓ કોઈ વાત સ્પષ્ટ કરી નથી. આ પહેલા કંપનીએ આઈફોન 17 પ્રો માર્કેટમાં મૂક્યો હતો. જેમાં ઓરેન્જ કલરને સૌથી ટ્રેન્ડી અને લૉંચિગ કલર માનવામાં આવ્યો છે. આ ફોન આવતા તે સેમસંગના ફોલ્ડેબલ સેગમેન્ટના ફોનને ટક્કર આપી શકે છે. સેમસંગ કંપનીએ પણ એસ સીરીઝ શરૂ કરીને ફોલ્ડેબલ સેગમેન્ટમાં નવો પ્રયોગ કર્યો છે.