Fri May 01 2026

Logo

કમબેક કે ડેબ્યૂ? અનુષ્કા 8 વર્ષ બાદ 1800 કરોડના ફિલ્મ એક્ટર સાથે કરી શકે છે સ્ક્રિનશેર...

2026-03-22 21:50:46
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની ટોપ એક્ટ્રેસની યાદીમાં હજુપણ અનુષ્કા શર્માનું નામ યથાવત છે. એ વાત અલગ છે કે, તેમણે છેલ્લા કેટલાક વર્ષોથી કેમેરા સામે કોઈ જ ફિલ્મીસીન આપ્યા નથી. મોટી-મોટી ફિલ્મો અને મોટાકદના કલાકારો સાથે સ્ક્રિનશેર કર્યા બાદ લગ્નજીવન શરૂ થતા તેમણે લાંબો બ્રેક લઈ લીધો હતો. હવે વાવડ એવા છે કે, તે ફરી ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. પણ હજુ સુધી એ વાત કન્ફર્મ નથી કે, તે ક્યા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને કઈ ફિલ્મથી સિનેસ્ક્રિન પર જોવા મળશે. 

કમબેક નહીં ડેબ્યૂ પણ હોઈ શકે
રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ સાઉથ સિનેમાની વધી રહેલી પોપ્યુલારિટી અને બોલિવૂડ સ્ટાર્સના વધી રહેલા પાર્ટિસિપેશનને ધ્યાને લેતા તે કોઈ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરી શકે છે. હવે તે ક્યો પ્રોજેક્ટ સાઈન કરે છે એના પર સૌની નજર રહેલી છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આવનારી ફિલ્મ AA22xA6થી કમબેક કરી શકે છે. બધુ યોગ્ય રહ્યું તો અનુષ્કા શર્માની આ પહેલી સાઉથની ફિલ્મ બની જશે. હાલ તો મેકર્સ તરફથી કોઈ વાત નક્કી મળી નથી અને એક્ટ્રેસે પણ કોઈ વાતની ચોખવટ કરી નથી.આ પહેલા તે ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બોયોપિક ફિલ્મથી કમબેક કરવાની હતી.પણ કોઈ કારણવશ ફિલ્મ પર તે કામ કરી શકી નહીં.

પુષ્પા 2 બાદ બીજી મોટી ફિલ્મ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બાદ આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતા એટલી છે જેણે શાહરૂખ ખાનને લઈ ફિલ્મ બનાવી હતી.રિપોર્ટ અનુસાર રશ્મિકા મંદાના આ ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરી શકે છે.અલ્લુ આ ફિલ્મમાં જુદા જુદા અવતારમાં પણ જોવા મળી શકે છે. મેકર્સે કોઈ વાત કહી નથી પણ દીપિકા પણ આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી શકે છે. આ ફિલ્મના ટ્રેલર કે ટીઝર અલ્લુ અર્જુનના આગામી જન્મદિવસના દિવસે રીલિઝ થઈ શકે છે. અનુષ્કા શર્મા કન્ફર્મ થશે તો એક લાંબા સમય બાદ એનું સારૂ એવું કમબેક બની રહેશે.