Mon Jul 27 2026

Logo

સાંસદ અનુરાગ ઠાકુરના મમતા બેનર્જી પર આકરા પ્રહારો,કહ્યું ભ્રમ ના ફેલાવો

2026-04-22 16:10:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન છે. તેવા સમયે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા માછલી અને ભાત આરોગવા મુદ્દે ટીએમસી અને આમ આદમી પાર્ટીએ ટિપ્પણી કરી છે. જેનો અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો છે. તેમજ મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા છે. 

તમે  લોકોના ખિસ્સામાં 10 રૂપિયા પણ છોડ્યા નથી

સાંસદ અનુરાગ ઠાકુરે મમતા બેનર્જીએ પૂછેલા પીએમ મોદીના ખિસ્સામાં 10 રૂપિયા ક્યાંથી આવ્યા ? તેનો જવાબ આપ્યો હતો. તેમજ પ્રહાર કરતાં જણાવ્યું કે તમારા પોતાના મિત્રો છે.  જેઓ કટ મની અને કમિશન લઇને ગોટાળા કરે છે. જેમણે સામાન્ય લોકોના ખિસ્સામાં 10 રૂપિયા પણ છોડ્યા નથી. જો વડાપ્રધાન ફક્ત થોડી  ઝાલમુરી ખાય તો પણ તમને પીડા થાય છે. 

પ્રજાતમારી  મતપેટીઓ ખાલી કરશે

તેમણે વધુમાં જણાવ્યું કે તમે બંગાળને લુંટીને ખાધું છે. જનતા ખૂબ જ દુ:ખી છે. આ ચૂંટણી મમતા અને લોકો વચ્ચે છે. જેમાં લોકો વિજયી બનશે. જે પ્રજાના તમે ખિસ્સા ખાલી કર્યા છે તે તમારી  મતપેટીઓ ખાલી કરશે. આ ઉપરાંત તેમણે I-PAC સભ્યોને સરકારી નોકરીઓ આપવાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વચન અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ખાનગી સંસ્થાને ટેકો આપવા માટે આગળ આવે છે તે દર્શાવે છે કે ભ્રષ્ટાચારના પાયા કેટલા દૂર સુધી ફેલાયેલા છે. 

લોકો માછલી- ભાત અને  સંદેશ પણ ખાશે

આ ઉપરાંત અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે ,હું ફક્ત એટલું જ કહીશ, મમતાજી ભ્રમ ના ફેલાવો, અફવાઓ ના ફેલાવો. જ્યારે આપણે સત્તામાં આવીશું, ત્યારે લોકો માછલી અને ભાત બંને ખાશે સાથે જ સંદેશ પણ ખાશે. અમે  સોનાર બાંગ્લા પણ બનાવીશું.