Mon Jul 27 2026

Logo

અમૃતસરમાં આમ આદમી પાર્ટીના નેતા પર ધોળે દિવસે ફાયરિંગ, તપાસનો ધમધમાટ શરૂ

2026-05-28 16:43:46
Author: Mumbai Samachar Team
Article Image

Amritsar Firing News, AAP Leader Attacked, Jaipal Singh Bhau, Punjab Crime Updates, Amritsar Parking Dispute, Aam Aadmi Party Punjab, Punjab Police Investigation, CCTV Footage Firingપંજાબ રાજ્યના મહાનગર અમૃતસરમાં આમ આદમી પાર્ટીના નેતા પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. અમૃતસરના વૉર્ડ નં.42ના ઈન્ચાર્જ જયપાલ સિંહ બાઉ પર ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ એમના પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ હતી. ગોળી વાગ્યા બાદ સ્થાનિકોએ એમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.એક ખાનગી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે.હાલમાં એમની સ્થિતિ અંગે ખાસ કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. 

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

જયપાલ સિંહ બાઉએ તાજેતરમાં જ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વૉર્ડ નં.42ના સૌથી જાણીતા ચહેરા તરીકે એમની છાપ રહી છે. આ હુમલાની પાછળ કોઈ આંતરિક ડખો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. અમૃતસર પોલીસે હાલ આ કેસમાં અન્ય કોઈ દ્રષ્ટિકોણથી તપાસની પુષ્ટિ કરી નથી.

પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ધોળા દિવસે થયેલી ફાયરિંગની આ ઘટનામાં પોલીસે સ્થળ તપાસ કરી છે. અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી દીધી છે. ગોળી એમના પગમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. અમૃતસરના આત્મરામ વિસ્તારમાં પાડોશી સાથે ગાડી પાર્ક કરવા બાબતે વિવાદ થયો હતો. 

પાર્કિંગ બાબતે થઈ હતી માથાકુટ

આ વિવાદ હુમલામાં ફેરવાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ પરથી તપાસ શરૂ કરી દીધી છે.સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર બન્ને પક્ષ તરફથી સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. સીસીટીવી ફૂટેજ પરથી પહેલા નેતાનું નિવેદન પોલીસે લેવા પગલાં શરૂ કર્યા છે.

બીજી તરફ ઘરની આસપાસના કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ચૂંટણી તેઓ  હારી ગયા હતા.આ પછી તેમને વૉર્ડ ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પંજાબ કેબિનેટના મંત્રી અને ધારાસભ્ય ઈન્દરબીર સિંહે હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી.આ વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની એ ઈન્દરબીર સિંહના મતવિસ્તારમાં આવે છે. હાલમાં પોલીસે અનેક દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.