Sun May 31 2026

Logo

19 વર્ષની ઉંમરે કોલેજ છોડી દેનારો યુવક 30 હજાર કરોડનો માલિક, મોદી પણ થયા છે પ્રભાવિત

2026-05-12 12:41:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ અલેકઝાન્ડર વાંગ (Alexandr Wang) એક અમેરિકી તકનીકી ઉદ્યમી (entrepreneur) છે, જે (AI) ડેટા કંપની Scale AIના સહ-સંસ્થાપક અને પૂર્વ સીઇઓ છે. 24 વર્ષની ઉંમરમાં તેઓ દુનિયાના સૌથી નાની ઉંમરના જાત મહેનતે (self-made) અબજપતિ બન્યા. જૂન 2025માં મેટા દ્વારા સ્કેલ એઆઇમાં મોટું રોકાણ કર્યા બાદ તેઓ Metaમાં જોડાઇને મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબ્સ (MSL)ના પ્રમુખ બન્યા

કોણ છે એલેકઝાન્ડર વાંગ 

ન્યૂ મેક્સિકોમાં જન્મેલા વાંગના માતા-પિતા લોસ એલામોસ નેશનલ લેબોરેટરીમાં ચાઇનીઝ મૂળના વૈજ્ઞાનિક હતા.

શિક્ષણ અને કરિયર: તેમણે MIT (મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માંથી અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો  (drop out) જેથી તેઓ Y Combinatorની સાથે મળીને સ્કેલ AI શરુ કરી શકે. 

Scale AI (સ્કેલ એઆઇ): 2016માં સ્થાપિત આ કંપની AI મોડલને પ્રશિક્ષિત કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા  (data labeling) પ્રદાન કરે છે, જેના ક્લાયન્ટમાં એનવીડિયા, અમેઝોન અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે.

મેટા (Meta)ની સાથે જોડાયા

જૂન 2025માં, મેટાએ Scale AIમાં ભારે રોકાણ કર્યું. ત્યારબાદ વાંગ મેટામાં મુખ્ય AI અધિકારી બન્યા.

ભારત યાત્રા

તેઓ India AI Impact Summit ભાગ લેવા ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં AI સ્ટાર્ટઅપ્સની પ્રગતિની પ્રશંસા કરી હતી. વાંગને AIના ક્ષેત્રમાં ડેટા લેબલિંગ (data labeling)ની જરુરિયાતને ઓળખવા અને તેને એક પ્રોફિટેબલ વ્યવસાયમાં ફેરવવા માટે ઓળખવામાં આવે છે.