Sun Sep 13 2026

Logo

'વેલકમ ટુ ધ જંગલ'માં અક્ષય કુમાર જોવા મળશે ભોજપુરી અવતારમાં અને અક્ષરા સિંહ સાથે કરશે ધમાકેદાર ડાન્સ

2026-05-24 20:46:00
Author: Mumbai Samachar Team
'વેલકમ ટુ ધ જંગલ'માં અક્ષય કુમાર જોવા મળશે ભોજપુરી અવતારમાં અને અક્ષરા સિંહ સાથે કરશે ધમાકેદાર ડાન્સ

Welcome to the Jungle (2026)


મુંબઈઃ એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારની નવી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' સ્ટારકાસ્ટને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેનું એક એવું રૂપ જોવા મળશે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ ફિલ્મમાં અક્ષય કુમારનો એક ભોજપુરી અવતાર જોવા મળશે. એટલું જ નહીં, આ ફિલ્મમાં ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસની પણ ઝલક જોવા મળશે. આ ફિલ્મમાં ઘણી મોટી અને લાંબી સ્ટારકાસ્ટ લેવામાં આવી છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો ત્યાં સુધી કહે છે કે, આ ફિલ્મ માટે અક્ષય કુમારને જે પાત્ર આપવામાં આવ્યું હતું એમાં તેમણે માત્ર અભિનય નથી કર્યો પણ એ પાત્ર પડદા પર જીવી બતાવ્યું છે. 

ભોજપુરી સ્ટાઈલથી ડાન્સ પણ કર્યો
સૌથી મોટી અને ખાસવાત એ છે કે, આ ફિલ્મના એક ગીતમાં તેમણે ભોજપુરી સ્ટાઈલથી ડાન્સ કર્યો છે. અક્ષયને ભોજપુરી અદા અને એક્ટિંગમાં મદદ કરનાર ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ અક્ષરાસિંહ છે. આ ફિલ્મમાં એમની પણ નાનકડી ઝલક જોવ મળશે. આ ફિલ્મ દર્શકો માટે પેટ પકડીને હસાવનારી રહેવાની છે. સ્ક્રિપ્ટ અને ફિલ્મનો વિષય બન્ને એકદમ હટકે બનાવવામાં આવ્યા છે. 


આ ફિલ્મમાં એક એવા કલાકારની વાત છે જે ગ્લોબલ સિનેમા સુધીની સફર કરે છે. ખાસ વાત એ છે કે, આ કલાકાર ભોજપુરી છે. આ તમામ સફર દરમિયાન એમના જીવનમાં જે મોટી ઉથલપાથલ થાય છે એ ખરા અર્થમાં કોમેડી છે. આ ફિલ્મના જે ગીત માટે અક્ષયે દિવસ-રાત મહેનત કરી છે એ ગીત રિલીઝ થવા માટે પણ તૈયાર છે. આ ગીતને લઈ અક્ષરા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે આ ગીત અંગે ઝલક આપી દીધી હતી. 

દમદાર પ્રતિસાદ મળી રહ્યો છે
આ પોસ્ટ પર 8 હજારથી વધારે લાઈક્સ મળી છે અને 300થી વધારે કોમેન્ટ થઈ છે. ખાસવાત એ છે કે, સમગ્ર ફિલ્મ અક્ષય કુમારના નેતૃત્વમાં તૈયાર થઈ છે, જેમાં સુનિલ શેટ્ટી, દિશા પટણી, જેક્લિન, અરશદ વારસી, જૈકી શ્રોફ, પરેશ રાવલ, રવીના ટંડન, લારા દત્તા જેવા બોલિવૂડના ટોચના કલાકારો એક સ્ક્રિન પર જોવા મળવાના છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ પૈકીની એક ફિલ્મ આ પણ છે. આ ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ સિવાય કપિલ શર્માના શૉમાં જોવા મળતા સુદેશ લેહરી સાથએ પણ અક્ષય કુમારનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લહેરીજીએ લખ્યું હતું કે, ટૂંક સમયમાં મળીશું એક નવા ડ્રામામાં. આ પણ એક સંકેત માનવામાં આવે છે કે, લહેરીની નવી ફિલ્મ આવી રહી છે.