Tue Oct 06 2026

Logo

જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેંડિંગ, દુર્ઘટના ટળી

2026-09-13 15:10:52
Author: Mumbai Samachar Team
જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેંડિંગ, દુર્ઘટના ટળી

પ્રતીકાત્મક તસવીર


જયપુર એરપોર્ટ પર રવિવારે સવારે એર ઇન્ડિયાની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેંડિંગ કરાવાયું. પ્રાપ્ત જાણકારી અનુસાર વિમાન ભોપાલથી દિલ્હી જઇ રહ્યું હતું. ઉડાન દરમ્યાન વિમાનમાં ટેકનિકલ ખરાબીની સૂચના મળ્યા બાદ પાયલોટે સમયસૂચકતા વાપરી વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય કર્યો. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ ઓથોરિટી અને સંબંધિત એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો. 

ઉડ્યન દરમ્યાન સામે આવી તકનીકી ખરાબી

પ્રાથમિક માહિતી અનુસાર ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખરાબી સામે આવી હતી. ત્યારબાદ પાઇલટે કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય કર્યો. પ્રાથમિક તબક્કે વિમાનના ઇંજીનમાં ખરાબી સર્જાઈ હોવાની વાત સામે આવી રહી છે. વિમાન જયપુર એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યા બાદ એરપોર્ટ પ્રશાસન અને સંબંધિત એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો. વિમાનને સુરક્ષિત ઉતાર્યા બાદ ટેકનિકલ ટીમ દ્વારા તેની તપાસ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી.

એન્જિન ફેલ્યોરની સત્તાવાર પુષ્ટિ નહીં

જોકે, હજુ સુધી એર ઇન્ડિયા કે જયપુર એરપોર્ટ પ્રશાસન તરફથી વિમાનનું એન્જિન ફેઈલ થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને ટેકનિકલ ખરાબીનું વાસ્તવિક કારણ શું હતું, તેની માહિતી પણ હાલમાં સામે નથી આવી. વિમાનની ટેકનિકલ તપાસ પૂરી થયા બાદ જ ખરાબીનું વાસ્તવિક કારણ અને ઘટના સાથે જોડાયેલી પૂરી સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં વિમાનના સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ સંબંધિત એજન્સીઓ સ્થિતિ પર નજર બનાવીને બેઠી છે.

થોડક દિવસો પહેલા અમદાવાદમાં થયું હતું ઇમરજન્સી લેન્ડિંગ

અગાઉ લખનઉથી સાઉદી અરેબિયાના દમ્મામ જઇ રહેલી ઇંડિગોની ફ્લાઇટ 6E97ને ગુરુવારે સાંજે બોંબની ધમકી મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેડિંગ કરાવાયું હતું જો કે વિમાનમાં કોઇપણ જાતની સંદિગ્ધ ચીજ ન મળી. વિમાનને સાંજે 5.45 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવાયું. વિમાનમાં 107 કરતા વધુ યાત્રી સવાર હતા. જેમાં 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા.