Sun Sep 20 2026

Logo

અમદાવાદના કયા પોશ વિસ્તારમાં ખાબક્યો 18 ઇંચ વરસાદ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડ્યો

2026-07-24 12:17:00
Author: Mayur Patel
અમદાવાદના કયા પોશ વિસ્તારમાં ખાબક્યો 18 ઇંચ વરસાદ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડ્યો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  શહેરમાં સરેરાશ 11.65 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થયું હતું. 

આ વિસ્તારોમાં ખાબક્યો 16 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદના બોપલમાં સૌથી વધુ 18.41 ઇંચ, બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેમાં 16.08 ઇંચ, જોધપુરમાં 16.06 ઇંચ તથા બોડકદેવમાં 16.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઝોન મુજબ જોઈએ તો, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 16.88 ઇંચ વરસાદ નોંધાયો હતો.  ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 14.32 ઇંચ, મધ્ય ઝોનમાં 12.58 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 12.42 ઇંચ, દક્ષિણ ઝોનમાં 9.27 ઇંચ, ઉત્તર ઝોનમાં 9.17 ઇંચ અને પૂર્વ ઝોનમાં 6.83 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

બોપલમાં 18.41 ઇંચ, બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજ અર્બન હેલ્થમાં 17.32 ઇંચ, જોધપુરમાં 16.46 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુરમાં 16.06 ઇંચ, બોડકદેવમાં 16.02 ઇંચ, સાયન્સ સિટીમાં 15.45 ઇંચ, મક્તમપુરમાં 15.33 ઇંચ, મેમનગરમાં 14.43 ઇંચ, વાસણમાં 14.15 ઇંચ, ખાડીયામાં 13.72 ઇંચ, કાલુપુરમાં 13.41 ઇંચ, ગોતામાં 13.17 ઇંચ, રાણીપમાં 13.17 ઇંચ, નવરંગપુરામાં 12.99 ઇંચ, ઓગણજમાં 12.58 ઇંચ, ચાંદલોડિયામાં 12.42 ઇંચ, પાલડી 12.40 ઇંચ, મોટેરા 12.07 ઇંચ, ઉસ્માનપુરામાં 11.91 ઇંચ, દૂધેશ્વરમાં 11.77 ઇંચ, અસારવામાં 11.44 ઇંચ, લાંભામાં 10.59 ઇંચ, મણિનગરમાં 10.57 ઇંચ, ચાંદખેડામાં 10.24 ઇંચ,  નરોડામાં 9.86 ઇંચ, સરદારનગરમાં 9.74 ઇંચ, મેમ્કોમાં 9.59 ઇંચ, ચકુડિયા મહાદેવમાં 9.53 ઇંચ, કોતરપુરમાં 8.78 ઇંચ, વિરાટનગરમાં 8.58 ઇંચ, ઈન્દ્રપુરીમાં 8.09 ઇંચ, હંસપુરામાં 7.87 ઇંચ, વટવામાં 7.83 ઇંચ, ઓઢવમાં 7.40 ઇંચ, ઈન્ડિયા કોલોનીમાં 6.87 ઇંચ, નિકોલમાં 6.44 ઇંચ, વસ્ત્રાલમાં 6.16 ઇંચ, રામોલમાં 5.59 ઇંચ, કઠવાડામાં 4.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજની શું છે આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.