Mon Nov 16 2026

Logo

ડેન્માર્ક મહારાષ્ટ્રમાં રોકાણ વધારશે: દરિયાઈ વેપાર અને ગ્રીન ટેકનોલોજીમાં ભાગીદારી મજબૂત બનશે

2026-11-03 20:44:33
Author: Mumbai Samachar Team
ડેન્માર્ક મહારાષ્ટ્રમાં રોકાણ વધારશે: દરિયાઈ વેપાર અને ગ્રીન ટેકનોલોજીમાં ભાગીદારી મજબૂત બનશે

મુંબઈ: ડેન્માર્ક અને મહારાષ્ટ્ર વચ્ચે વ્યાપારી સંબંધો વધુ ગાઢ બનાવવા માટે ડેન્માર્કના ઉદ્યોગ પ્રધાન માર્ટિન લિડેગાર્ડે મુંબઈની મુલાકાત લીધી હતી. ડેન્માર્કના ઉદ્યોગ પ્રધાન માર્ટિન લિડેગાર્ડે ૨ નવેમ્બરે મુંબઈની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન દરિયાઈ વેપાર, ગ્રીન શિપિંગ, ટેકનોલોજી, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના અધ્યક્ષ એસ. એન. સુબ્રહ્મણ્યનની મુંબઈમાં ડેન્માર્કના માનદ વાણિજ્યદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર એ ડેન્માર્ક માટે એક મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્ર છે. રાજ્યમાં શિપિંગ, મરીન ટેકનોલોજી અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે ૬૦થી વધુ ડેનિશ કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓ દ્વારા બંને દેશો વચ્ચેના વેપાર અને ઔદ્યોગિક સંબંધોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રવાસ પાછળનો હેતુ આગામી સમયમાં રોકાણની નવી તકો ઊભી કરવા સાથે દરિયાઈ પરિવહન, ટકાઉ જળ સંચાલન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવાનો હતો.

તાજેતરમાં જ ડેનિશ કંપનીઓ દ્વારા મહારાષ્ટ્રમાં મોટા રોકાણોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સપ્ટેમ્બર ૨૦૨૬માં નૉવોનેશિશ કંપનીનું પાતાળગંગા ખાતે ૬૦૦ ડોલર મિલિયનનું રોકાણ અને ઓક્ટોબર ૨૦૨૬માં ઇમ્પેક્ટ ફંડ ડેન્માર્ક દ્વારા ગ્રીનસેલ મોબિલિટીમાં ૨૩૦ મિલિયન ડેનિશ ક્રોનરનું રોકાણ મુખ્ય છે. 

આ ઉપરાંત ડેનફોસ, હેમપેલ, આલ્ફા લાવલ જેવી કંપનીઓના પ્લાન્ટ્સ બાદ હવે નવી ઉત્પાદન સુવિધાઓ પણ શરૂ થવા જઈ રહી છે. ઉદ્યોગ પ્રધાનના આ પ્રવાસથી મહારાષ્ટ્રના દરિયાઈ પરિવહન, ઉત્પાદન અને ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણની નવી તકો સર્જાશે.

વધુ જુઓ...