Sun Oct 04 2026

Logo

અમદાવાદમાં પતિ કરતો હતો પ્રેમિકા સાથે રંગરેલિયા, પત્નીએ GPS લગાવી રચી એવી જાળ કે........

2026-09-10 09:07:00
Author: Mayur Patel
અમદાવાદમાં પતિ કરતો હતો પ્રેમિકા સાથે રંગરેલિયા, પત્નીએ GPS લગાવી રચી એવી જાળ કે........

અમદાવાદ: શહેરમાં એક પરિણીતાને તેના પતિને પરસ્ત્રી સાથે આડાસંબંધની આશંકા હતી. જેથી પતિની હિલચાલ પર નજર રાખવા માટે છૂપી રીતે તેની બાઈકમાં GPS ટ્રેકર ફિટ કરાવ્યું હતું. ટ્રેકિંગ લૉગ્સ દ્વારા પત્નીએ પતિને એરપોર્ટ રોડ પર આવેલી એક હૉટલમાં મહિલા સાથે કામલીલા કરતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાવી થઈ હતી. તેમજ પતિએ પત્નીને ધક્કો પણ માર્યો હતો. 

શું છે મામલો

શાહપુરની 40 વર્ષીય મહિલાએ પતિના શંકાસ્પદ વર્તનને કારણે બાઇકમાં આ ટ્રેકિંગ ડિવાઇસ લગાવ્યું હતું. ટેક્નોલોજીની મદદથી પત્નીને હકીકત સામે લાવવામાં વધુ સમય ન લાગ્યો. ગયા વર્ષે 1 માર્ચે GPS લોગ્સ દર્શાવતા હતા કે બાઇક ગાંધીગ્રામની એક હોટલ પાસે કલાકો સુધી પાર્ક કરેલું હતું. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પતિએ એવો બચાવ કર્યો કે તે માત્ર પ્રાર્થના કરવા અને ખરીદી કરવા ગયો હતો. ડિજિટલ ટ્રેલ 4 એપ્રિલે ફરી એ જ હોટલનું લોકેશન દર્શાવવા લાગ્યું. 9 મે સુધીમાં પત્નીની ધીરજ ખૂટી ગઈ. બાઇકનું લોકેશન ટ્રેક કરીને તે એક સંબંધી સાથે સીધી હોટલ પહોંચી ગઈ. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તેનો પતિ ઉતાવળે ત્યાંથી ભાગતો જોવા મળ્યો હતો. જોકે, હોટલે આ ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો.

2012માં થયા હતા લગ્ન

શાહપુરમાં રહેતી  40 વર્ષીય મહિલાના વર્ષ 2012માં લગ્ન થયા બાદથી જ પતિ દહેજ માંગીને શારીરિક માનસિક ત્રાસ આપીને માર મારતો હતો. મહિલાએ બે દીકરીને જન્મ આપ્યા બાદ પતિનો સ્વભાવ વધુ આક્રમક બની ગયો હતો. બે દીકરી અને બાદમાં દીકરાના જન્મ પછી મહિલાના પતિનું વર્તન બદલાઈ જતા પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ હોવાની મહિલાને શંકા ગઇ હતી. એક દિવસ મહિલાની બહેનપણીને બેલાવીને તેની સાથે અનૈતિક સંબંધ રાખવા પતિએ ઓફર કરી હોવાની મહિલાને જાણ થતાં તેની શંકા પાક્કી બની હતી. જેથી પરિણીતાએ પતિના ભાઈકમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર ફિટ કરી દીધું હતું. બાદમાં મહિલાએ જીપીએસ ટ્રેકર ટ્રેક કરતા પતિ તેની ભાભી સહિતની મહિલાઓ સાથે હોટલમાં જતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

મર્દ દસ જગ્યાએ મોઢું મારે તો પણ પત્નીને સહન કરવું જોઈએઃ સાસુ

એક દિવસ પતિએ અચાનક દુકાનેથી આવીને પત્ની અને બાળકોને માર માર્યો હતો. જેથી પરિણીતાએ તેની સાસુને આડા સંબંધ બાબતે ફરિયાદ કરતા સાસુએ પણ મર્દ દસ જગ્યાએ મોઢું મારે તો પણ પત્નીને સહન કરવું જોઈએ કહીને પુત્રનો પક્ષ લીધો હતો. પરિણીતાના પતિએ તેની માતાના માથે સાથે મૂકીને અન્ય કોઈ સાથે સંબંધ ન હોવા અંગે ખોટા સોગંધ ખાયા હતા. જે બાદ પતિએ તલાક આપવાની ધમકીઓ આપી હતી.  

મારી બીજી પત્ની છે, ટૂંક સમયમાં લગ્ન કરવાનો છુંઃ પતિની નફ્ફટાઈ

થોડા દિવસો પહેલા પરિણીતાના પતિએ દુકાનના સીસીટીવી અને મોબાઇલ બંધ કરી દીધા હતા. બપોરે મોબાઈલ શરૂ થતાં જ મહિલાએ જીપીએસ ટ્રેક કરતા પતિનું લોકેશન એરપોર્ટ રોડ સ્થિત હોટેલ ખાતે મળ્યું હતું. પરિણીતા તુરંત ત્યાં પહોંચી હતી અને પતિને અજાણી મહિલા સાથે ભાઇક પર રંગેહાથ પકડી પાડ્યો હતો. પરિણીતાએ ઘેટલ બહાર પતિને રોકીને મહિલા બાબતે પૂછતાં પતિએ આ મારી બીજી પત્ની છે તેમ કહીને ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું તેવું રટણ કર્યું હતું. પરિણીતાએ વિરોધ કરતાં પતિએ તેને ધક્કો મારીને રોડ પર પાડી હતી અને ટ્રાફિકનો લાભ લઈને પ્રેમિકાને રિક્ષામાં ભગાવી દીધી હતી. જેથી પરિણીતાએ 112 પર ફોન કર્યો બાદ આ મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  હતી.  ફરિયાદમાં દહેજ માટે ત્રાસ, શારીરિક મારઝૂડ, માનસિક ત્રાસ અને છૂટાછેડા આપવાની સતત ધમકીઓ આપવાના આરોપો લગાવવામાં આવ્યા છે.