Mon Aug 17 2026

Logo

અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી, વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ...

2026-07-30 08:32:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવલી છે. જો કે, આવતીકાલે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જે વરસાદ થયો તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા. જો કે, આ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનેક જગ્યાએ મૂશળધાર વરસાદ થવાનો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમગ્ન બની શકે છે.  ભારે વરસાદ સાથે પવન પણ રહેવાનો છે. ફરી એકવાર અમદાવાદ શહેરને ધમરોળવા માટે મેઘરાજાની સવારી આવી રહી છે. આજે હળવો વરસાદ હોવાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે. કારણ કે, બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવાથી બફારા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી શરૂ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પહેલા વરસાદમાં અમદાવાદ શહેરની જે સ્થિતિ થઈ હતી, તેને ધ્યાને રાખતા અમદવાદા મનપા દ્વારા અનેક વિસ્તારોમાં ચાલી રહેલ ડ્રેનેજ વ્યવસ્થા અને તેના કામની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરના પશ્ચિમ ઝોનમાં ચાલી રહેલા ડ્રેનેજના કામની સમીક્ષા કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે, તેના કારણે વરસાદી પાણીનો નિકાલ આવશે કે પછી લોકોને હેરાન થવું પડશે!

કોઈ પણ પ્રકારના અવરોધ વિના વરસાદી પાણીનો નિકાલ થાય, અને આ માટે જરૂરી તકેદારી રાખવા, કામગીરીમાં વધુ ઝડપ લાવવા તથા સતત મોનિટરિંગ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેવા અમદાવાદ મનપા કમિશનર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યાં હતાં. જેથી અત્યારે યુદ્ધના ધોરણે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હોવાનું મનપાએ જણાવ્યું છે.