Wed Sep 09 2026

Logo

12 મહિના બાદ સૂર્ય કરશે મીન રાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-02-21 16:18:12
Author: Darshana Visaria
12 મહિના બાદ સૂર્ય કરશે મીન રાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મવિશ્વાસ, માન-સન્માન અને વહીવટી શક્તિના કારક માનવામાં આવે છે અને તેમને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજા રાશિમાં ગોચર કરે છે. સૂર્યના ગોચરની મેષથી લઈને મીન રાશિના જાતકો પર અસર જોવા મળે છે. માર્ચ મહિનામાં સૂર્ય ગોચર કરી રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 15મી માર્ચ, 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં ગુરુની રાશિ ગણાતી મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરને'મીન સંક્રાંતિ' તરીકે ઓળખવામાં આવે છે, એટલું જ નહીં પણ એની સાથે જ 'ખરમાસ'નો પ્રારંભ પણ થશે. ખરમાસ દરમિયાન લગ્ન જેવા માંગલિક કાર્યો પર રોક લાગશે. જોકે, જ્યોતિષીય દૃષ્ટિએ 3 રાશિઓ માટે આ ગોચર અત્યંત શુભ રહેવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર તમારા લાભ અને આવકના સ્થાનમાં થવાનું છે, જે આર્થિક રીતે ફાયદાકારક રહેશે. તમારી દૈનિક આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે અને નવા સ્ત્રોતો પણ ખુલી શકે છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અને કોઈને નાણાં ઉધાર આપવાનું ટાળવું. બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. સૂર્ય તમારા ભાગ્ય ભવનમાં ગોચર કરશે, જે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા અપાવશે. ભાગ્યનો સાથ મળવાથી દેશ-વિદેશના પ્રવાસના યોગ બનશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું અને બહારના ભોજનથી બચવું.

કુંભઃ
સૂર્ય દેવ તમારી રાશિથી ધન અને વાણીના ભાવમાં ગોચર કરશે, જે આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. તમારી વાણીના પ્રભાવથી તમે સામાજિક ક્ષેત્રે લોકોનું દિલ જીતી શકશો. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. જોકે, માનસિક તણાવથી બચવા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો.

વધુ જુઓ...