ચેન્નઈઃ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણન છેલ્લા કેટલાક દિવસથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી એનું નામ અભિનેતામાંથી મુખ્યમંત્રી બનેલા થલાપતિ વિજય સાથે લેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર અનેકવાર એના સંબંધોને લઈને લાંબી ચર્ચાઓ ચાલી હતી. બન્ને ઘણીવાર કેટલીય પબ્લિક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. લોકો હવે બન્નેની કેમેન્સ્ટ્રીની ચર્ચા કરી રહ્યા છે. રિલેશનશિપને લઈને વાત કરી રહ્યા છે. આ માહોલ વચ્ચે તૃષાએ આવા લોકોને મસ્ત જવાબ આપી દીધો છે.
અનેકવાર સાથે જોવા મળ્યા
સુપરસ્ટાર અજિતકુમારના માતાના નિધન બાદ એમને મળવા માટે પહોંચેલા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથે તૃષા પણ જોવા મળી હતી. બન્નેના સંબંધોને લઈને ઘણીવાર ચર્ચા શરૂ થાય છે અને પછી અચાનક કોઈ નિવેદન સામે આવતા સમાપ્ત પણ થઈ જાય છે. હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા લોકોને લઈને તેમણે ટોણો માર્યો હતો.
એક પોસ્ટ મૂકીને તેમણે એક સરસ મેસેજ આપ્યો હતો. સંબંધને લઈને ટોણો પણ માર્યો હતો. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પેટ-ડોગ સાથે ફોટો મૂકતા લખ્યું હતું કે, મારા સંબંધોના કેસમાં માત્ર આના જ નાકને દખલગીરી કરવાની પરમિશન છે.
આ નાનકડું કેપ્શન ઘણુબધુ કહી જાય છે. આ કેપ્શન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. પોતાની અંગત જિંદગીને લઈને વારંવાર કમેન્ટ કરતા લોકોને તેમણે દમદાર જવાબ આપ્યો છે.
શાલીનતાથી જવાબ આપ્યો
આ કેપ્શનમાં ઘણી ઊંડાઈ છે અને શાલીનતાથી જવાબ પણ આપી દીધો છે. આ સાથે તૃષાએ પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક સ્ટોરી પણ શેર કરી હતી. મે મહિનો એમના માટે કેટલો ખાસ રહ્યો એ અંગે વાત કહી હતી.
આ ફોટોના માધ્યમથી એક્ટ્રેસે પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણ ફેન્સ સાથે શૅર કરી હતી.

વાવડ એવા પણ મળી રહ્યા છે કે, વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે હવે અંતર ઘણું વધી ગયું છે, જોકે આ વાતને ખાસ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સોશિયલ મીડિયા પર માત્ર વાતો થઈ રહી છે. આ પછી તૃષાનું નામ વિજય સાથે રિલેશનશીપને લીઈને સામે આવ્યું હતું. આ વર્ષે જ વિજયે ફિલ્મોમાંથી સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રાજકીય સફર શરૂ થતા ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હવે સંપૂર્ણ ફોક્સ રાજકીય કેરિયરને લઈને રહેશે.
ફિલ્મ થઈ રહી છે સુપરહિટ
તૃષાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાજેતરમાં આવેલી ફિલ્મ 'કરૂપ્પુ' સુપરહિટ સાબિત રહી છે. આ ફિલ્મમાં એનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મનો વિષય પણ ઘણો સારો છે અને સાઉથના લોકો એને પસંદ કરી રહ્યા છે.
આ ફિલ્મ હાલમાં પણ સાઉથના ફિલ્મ ઝોનની બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ પછી પણ ફિલ્મના કેટલાક પ્રોજેક્ટ એમના હાથ પર હોવાની વિગત મળી છે જોકે આ ક્યા પ્રોજેક્ટ છે અને એમાં શું નવું છે એ અંગે ખાસ કોઈવાત તેણે શેર કરી નથી.