Sun Jun 28 2026

Logo

મુંબઈની ઝાકઝમાળ છોડી હિમાની શિવપુરી કેમ પહોંચી ગામડે, જુઓ વાયરલ વીડિયો

2026-06-28 17:56:29
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: માયાનગરી મુંબઈમાં રહેવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પણ પોતાના સપનાં ઘરને સજાવવા માટે લોકો અથાગ મહેનત કરી રહ્યા હોય છે. એવામાં સફળતા મેળવ્યા પછી પોતાના ગ્રામ્ય જીવનને ફરી એકવાર જીવી જાણવું એ ખૂબ મોટી વાત છે. હાલમાં  અભિનેત્રી હિમાની શિવપુરીએ પોતાના ચાહકોને ગ્રામ્ય જીવનની સફર કરાવી હતી. 

બોલીવુડથી માંડીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સુધી પોતાના અભિનયથી દરેક ચાહકોના દિલમાં ઘર બનાવનારી અભિનેત્રી હિમાની શિવપુરીને કોઈ મોટી ઓળખાણ આપવાની જરૂર નથી. પોતાના દમદાર અભિનયથી લઈ તેણે સિનેમા અને ટેલિવિઝન જગતમાં પોતાનું આગવું સ્થાન જાળવ્યું છે. તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈના શોરબકોરથી દૂર પોતાના માદરેવતન શાંતિની પળો પસાર કરી રહી છે, ત્યારે પોતાના ગામનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

હિમાની શિવપુરી હાલમાં ઉત્તરાખંડના ભટવાડી ગામમાં મુલાકાતે પહોંચી છે. આ ગામ ઉત્તરકાશી જિલ્લાનું અત્યંત પ્રાચીન અને સુંદર ગામ છે. પોતાની ગામની વિઝિટ કરાવતા અભિનેત્રીએ પોતાના ચાહકો સમક્ષ પોતાના સબંધીઓનો પણ પરિચય કરાવ્યો હતો. 

હિમાનીએ શેર કરેલા વીડિયોમાં તેમણે ગામમાં આવેલા ખેતરો, વૃક્ષો અને તે પહાડો પર ઉગતા ખાસ ફળો અને જંગલી નાશપતિ પણ બતાવ્યા હતા. આ સાથે જ એક વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું- 'મારા ફોઈ સાથે પહાડોની સફરે નીકળી છું. તેમણે મને અહીંયાના જુદા જુદા ફળો અને વનસ્પતિ વિષે જણાવ્યુ હતું 

અભિનેત્રીએ પોતાના વારસાગત ઘરની બહારની તસવીરો નેટિઝન્સ સાથે શેર કરી હતી. આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું હતું કે 'સુપ્રભાત. ગામડાની શાંતિ, તાજી હવા, પોતાનાઓનો પ્રેમ, ઘરના તાજા શાકભાજી, ઝરણાનું પાણી... શું શું ગણાવું.'

આ ફોટા અને વીડિયો પરથી અભિનેત્રીએ પોતાના ફેન્સને એટલું તો જણાવી દીધું છે કે આટલી નામના મેળવ્યા બાદ પણ તેના પગ જમીનથી જોડાયેલા છે. અન્ય સામાન્ય વ્યક્તિની જેમ ગામમાં હળીમળીને પોતાના ખુશીના પળો માણી રહેલી અભિનેત્રીના સુંદર ગામને જોઈને ચાહકો પણ ખુશખુશાલ થયા હતા. આ નજારાઓ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછા નથી. 

હિમાની શિવપુરીએ ફિલ્મજગતમાં ખૂબ ઉત્તમ અભિનય કર્યા છે. જેમાં તેમણે 'હમ આપકે હે કોન', 'હમ સાથ સાથ હે', દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેવી બીજી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલ જીતી ચૂકી છે.

વધુ જુઓ...