Tue May 12 2026

Logo

'રાજા શિવાજી' માટે આ સ્ટારે નથી લીધી એક પણ રૂપિયો ફી? એક્ટરે પોતે જ કર્યો મોટો ખુલાસો, મરાઠી ભાષા અંગે કહી આ વાત...

2026-05-11 20:34:04
Author: Darshana Visaria
Article Image

Raja Shivaji (film)


હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સ્ટારર ફિલ્મ રાજા શિવાજીની જ ચર્ચા થઈ રહી છે. અભિષેક બચ્ચન અત્યારે પોતાની ફિલ્મ 'રાજા શિવાજી'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. રિતેશ દેશમુખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અભિષેકે છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ સંભાજી શહાજી ભોંસલેની મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મમાં જુનિયર બચ્ચને એક પણ રૂપિયાની ફી લીધા વિના કામ કર્યું હતું... 

જોકે, અત્યારે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે અભિષેક બચ્ચન સહિત અનેક કલાકારોએ આ ઐતિહાસિક ફિલ્મ માટે એક પણ રૂપિયો ફી લીધી નથી. આ અંગે ખુદ અભિષેક બચ્ચને મૌન તોડ્યું છે. ફિલ્મ રિલીઝ થયાના 10 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુદ અભિષેક બચ્ચને આ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આજકાલ લોકો રીલ્સમાં કલાકારોની ફી, તેમની વેનિટી વેન અને ડિમાન્ડ વિશે વાતો કરવામાં વધુ રસ લે છે, પરંતુ અંતે તો આ એક કલા છે જે હૃદયથી શરૂ થાય છે. જ્યારે તમને કોઈ પ્રોજેક્ટ પર અતૂટ વિશ્વાસ હોય, ત્યારે પૈસા કે સુવિધાઓ ગૌણ બની જાય છે. મારા માટે અભિનય એ ભાવનાત્મક જોડાણ છે.

અભિષેકે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના વખાણ કરતા કહ્યું હતું કે રિતેશ અને જેનેલિયા માટે આ માત્ર એક ફિલ્મ નથી, પણ એક અત્યંત પવિત્ર કાર્ય હતું, સપનું હતું. મરાઠી ફિલ્મમાં આટલા મોટા સ્તરે ફિલ્મ બનાવવી અને આખી યુનિટને પ્રોત્સાહિત રાખવી એ પડકારજનક હતું, જે રિતેશે ખૂબ જ છે. 

મુંબઈમાં ઉછર્યા હોવાથી અભિષેક મરાઠી ભાષાથી પરિચિત હતા, પરંતુ પડદા પર પહેલીવાર મરાઠી ડાયલોગ બોલતી વખતે તેઓ થોડા નર્વસ હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલન, જેનેલિયા ડિસોઝા અને સલમાન ખાન જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા છે, જેણે ફિલ્મને વધુ ખાસ બનાવી છે.