Tue Oct 06 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (22-09-2026): મંગળવારનો દિવસ કઈ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી અને કોણે રહેવું પડશે સાવધ? જાણી લો એક ક્લિક પર...

2026-09-22 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (22-09-2026): મંગળવારનો દિવસ કઈ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી અને કોણે રહેવું પડશે સાવધ? જાણી લો એક ક્લિક પર...

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લગન રંગ લાવશે, જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. સામાજિક માન-સન્માનમાં સારો એવો વધારો જોવા મળશે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. મિત્રો તરફથી મહત્વની બાબતોમાં યોગ્ય માર્ગદર્શન મળશે. મોસમી બીમારીઓથી સાવચેત રહેવું અને બહારના ખાનપાન પર નિયંત્રણ રાખવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા મળશે.

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવી પડશે, નહીં તો બજેટ ખોરવાઈ શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે સૌમ્યતા રાખવી સલાહભર્યું છે. ધંધામાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. પરિવારમાં નાની-મોટી બાબતોને મોટું સ્વરૂપ ન આપવું અને ધીરજથી કામ લેવું. સંતાનોના ભવિષ્યને લગતી ચિંતા આજે હળવી થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો કે આંખોમાં તણાવ જેવી સમસ્યા રહી શકે છે. દિવસના અંતે આધ્યાત્મિક કે રચનાત્મક પ્રવૃત્તિઓમાં મન પરોવવાથી માનસિક શાંતિ મળશે.

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ સાબિત થશે. કાર્યસ્થળે તમારી વાણી અને વાતચીતની કળાથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો. આવકના નવા સ્ત્રોત ઊભા થવાના યોગ બની રહ્યા છે. ભાઈ-ભાંડુઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે. અગાઉ કરેલા રોકાણમાંથી સારો એવો લાભ મળવાની સંભાવના છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે અને કોઈ પારિવારિક શુભ પ્રસંગની યોજના ઘડી શકાય. ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો, છતાં પૂરતો આરામ લેવો પણ અનિવાર્ય છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ પણ અધુરું કામ ઝડપથી પૂરું થશે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. આજે માનસિક ઉતાર-ચઢાવનો અનુભવ થઈ શકે છે, તેથી શાંત મગજે નિર્ણયો લેવા. નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમારી કુનેહથી તમે સમયસર તમામ કામ પૂર્ણ કરી શકશો. ઉતાવળમાં કોઈ પણ દસ્તાવેજ પર સહી કરવાથી બચવું જોઈએ. વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવી. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમની જરૂરિયાતો પૂરી કરવી. પરિવારના સભ્યો સાથે ખુલ્લા મને વાત કરવાથી ગેરસમજ દૂર થશે. પેટ સંબંધિત તકલીફો ન થાય તે માટે હળવો આહાર લેવો. ઈશ્વર આરાધનાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવશે. આજે આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાથી ભરપૂર રહેવાનો આ દિવસ છે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દરવાજા ખોલશે. વ્યવસાયમાં હરીફો સામે તમારી યોજનાઓ સફળ રહેશે. શેરબજાર કે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને જીવનસાથી તમારી ભાવનાઓનું સન્માન કરશે. સંતાનો તરફથી સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ ક્રોધથી દૂર રહેવું. સામાજિક મેળાવડાઓમાં તમારી હાજરી પ્રભાવશાળી રહેશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કાર્ય આયોજનપૂર્વક અને ઝીણવટથી પૂરું કરવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને કામના સ્થળે આજે વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે બધું સંભાળી લેશો. લેવડદેવડમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે. પારિવારિક જીવનમાં પરસ્પર પ્રેમ અને સુમેળ જોવા મળશે. ઘરના સુધારણા કે નવી ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. માનસિક થાક ન લાગે તે માટે યોગ અને પ્રાણાયામનો સહારો લેવો લાભદાયી રહેશે. ધીરજ અને સંયમ રાખવાથી અટકેલા કામ આગળ વધશે.

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન અને નવી આશાઓ લઈને આવશે. કલા, મીડિયા, કાયદા કે જાહેર સંપર્ક ક્ષેત્રે કાર્યરત જાતકો માટે ઉત્તમ પરિણામ મળશે. ભાગીદારીમાં ચાલતા વેપારમાં પરસ્પર સંવાદથી સારો આર્થિક લાભ મેળવી શકાશે. જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે અને સંબંધોમાં નવી તાજગી આવશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, અચાનક ધનલાભના યોગ છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા સારો સમય છે. સ્વાસ્થ્યમાં પીઠ કે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે, જેથી ભારે વજન ઉંચકવાથી બચવું. કોઈ સામાજિક કાર્યમાં ભાગીદારીથી મન સંતોષ અનુભવશે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આજે તમારી નિર્ણયશક્તિ અને દ્રઢ મનોબળ અઘરા કાર્યોને પણ સરળ બનાવી દેશે. કાર્યસ્થળ પર તમારી સખત મહેનતને કારણે સાથી કર્મચારીઓનો સારો ટેકો મળશે. પ્રોપર્ટી કે જમીન સંબંધિત વિવાદોમાં સમાધાન થવાની સંભાવના છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું અને તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પ્રેમજીવનમાં નાની વાતો પર વિવાદ ન કરવો. ત્વચા સંબંધિત કે પાણીજન્ય બીમારીઓથી સાવચેત રહેવું. અટકેલી યોજનાઓ ફરી શરૂ કરવા માટે આ દિવસ અનુકૂળ છે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કાર્યોમાં ઝડપ આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સંકેત મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે વિદેશ જવા કે નવી તકો મેળવવા માટે સારો દિવસ છે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. પિતા કે ગુરુતુલ્ય વ્યક્તિના આશીર્વાદ અને માર્ગદર્શનથી મોટી સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નવી બચત યોજનાઓમાં રોકાણ કરી શકશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, તેમ છતાં નિયમિત કસરત અને પૂરતી ઊંઘ જાળવી રાખવી. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં આવી રહેલી સમસ્યા માટે વડીલની મદદ લેવી પડશે. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ તમારે વધુ પડતા કામના ભારણને કારણે દોડધામ કરવી પડી શકે છે. કાર્યસ્થળે કોઈપણ શોર્ટકટ લેવાનું ટાળવું અને નિયમોનું પાલન કરવું સલાહભર્યું છે. ધંધામાં કોઈ પર આંધળો વિશ્વાસ ન મૂકવો, નહીં તો નુકસાન થઈ શકે છે. સરકારી અટકેલા કામકાજમાં પ્રગતિ જોવા મળશે. પરિવાર સાથે ખુલ્લા દિલે વાતચીત કરવાથી ઘરનું વાતાવરણ હળવું અને સકારાત્મક બનશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે. પગના સ્નાયુઓમાં ખેંચાણ કે થાક અનુભવાય તેવી શક્યતા છે. સાંજનો સમય એકાંતમાં કે પુસ્તક વાંચનમાં વિતાવવાથી તાજગી મળશે.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશીઓ અને નવી તકોથી ભરેલો રહેશે. સામાજિક વર્તુળનો વિસ્તાર થશે અને પ્રભાવશાળી લોકો સાથે નવા સંપર્કો બનશે. ટેકનોલોજી, સંશોધન અને નવીનતા સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે. ભાગીદારીના ધંધામાં નવી ડીલ ફાઈનલ થવાની પૂરી શક્યતા છે. મિત્રો સાથે મનોરંજન કે નાની મુસાફરીનું આયોજન થઈ શકે છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને અરસપરસનો વિશ્વાસ ગાઢ બનશે. શારીરિક રીતે તમે સ્ફૂર્તિલા રહેશો, છતાં પૂરતું પાણી પીવું અને ડિહાઇડ્રેશનથી બચવું. મનની ઇચ્છાઓ પૂર્ણ થવાથી આત્મસંતોષ મળશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની સંવેદનશીલતા અને ભાવુકતા પર નિયંત્રણ રાખીને વ્યવહારિક નિર્ણયો લેવા. કાર્યક્ષેત્રમાં તમારી સર્જનાત્મકતા ખીલી ઊઠશે અને પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થશે. આર્થિક બાબતોમાં કોઈને પણ ઉધાર આપતા પહેલા યોગ્ય વિચાર કરવો. જૂના રોગ કે બીમારીમાંથી મુક્તિ મળવાના સંકેત છે, પરંતુ નિયમિત દિનચર્યા જાળવવી. પારિવારિક જવાબદારીઓ વધશે, જે તમે સુપેરે નિભાવી શકશો. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધારવાની જરૂર રહેશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાથી મન આનંદિત રહેશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ અનુભવાશે.