મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. શનિવાર હોવાથી શારીરિક શ્રમ વધુ રહેવાની શક્યતા છે, પરંતુ સાંજ સુધીમાં મહેનતનું પરિણામ સકારાત્મક મળશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં નાના-મોટા વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સંતાનોના ભવિષ્ય અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, ખાસ કરીને કમર કે સ્નાયુના દુખાવાની તકલીફ થઈ શકે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માનસિક શાંતિ મળશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક રીતે આજનો દિવસ મજબૂત છે, અચાનક ક્યાંકથી અટકેલા નાણાં પરત મળી શકે છે. મિલકત કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર બનશે અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. વેપારી વર્ગ માટે જૂના રોકાણમાંથી લાભ થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં પૂરતો આરામ લેવો તમારા માટે હિતાવહ રહેશે. સંતાનની સંગત પર ધ્યાન આપવું પડશે.
મિથુન:
આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે થોડો ભાગદોડથી ભરપૂર રહેવાનો છે. આજે અચાનક કોઈ કામ માટે યાત્રા કરવી પડે તેવી શક્યતા છે, જે થકવી દેનારી રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું, છેતરાઈ જવાની શક્યતા છે. નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો હિતાવહ છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા માટે પ્રયત્ન કરવો પડશે. સામાજિક ક્ષેત્રે તમારી છબી સુધરશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય બાબતે આંખની સમસ્યા હોય તો બેદરકારી ન દેખાડતાં ડોક્ટરની સલાહ લેવી પડશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન રહેશે. તમે લાંબા સમયથી વિચારેલી યોજનાઓને અમલમાં મૂકી શકશો. આર્થિક લાભ થવાના પૂરા યોગ છે, ખાસ કરીને શેરબજાર કે લોટરીથી લાભ થઈ શકે છે. નોકરીયાત વર્ગને વધારાની આવકના સ્ત્રોત મળી શકે છે. પરિવારમાં વડીલોનો સહયોગ તમને માનસિક હિંમત આપશે. જીવનસાથી સાથે કોઈ જૂના વિવાદનો અંત આવશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ શારીરિક ક્ષમતા કરતા વધુ કામ ન કરવું. જરૂરિયાતમંદને કાળા તલનું દાન કરવું શુભ રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં શત્રુઓ તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે, તેથી ગુપ્ત વાતો કોઈની સાથે શેર ન કરવી. આર્થિક રીતે બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે, જે તમારું બજેટ બગાડી શકે છે. અહંકારને બાજુ પર રાખીને પરિવારના સભ્યો સાથે વ્યવહાર કરવો. સંતાનોના અભ્યાસ બાબતે ચિંતા રહી શકે છે. વેપારમાં નવી ડીલ કરતી વખતે દસ્તાવેજો બરાબર તપાસી લેવા. સ્વાસ્થ્ય બાબતે પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે. સૂર્ય નારાયણને જળ ચઢાવવું તમારા માટે લાભદાયી સાબિત થશે.
કન્યા:
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના સંકેત છે. વ્યવસાયમાં ભાગીદારો સાથેનો સંબંધ સુધરશે અને નફો વધશે. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાની તક મળશે, જ્યાં નવા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા માંગા આવી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતે તમે ખૂબ જ સ્ફૂર્તિ અનુભવશો. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મજબૂત રહેશે. તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની શક્યતા છે. કલા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી તક મળી શકે છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે અને જીવનસાથી તરફથી કિંમતી ભેટ મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થતા મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. શનિ મંદિરે દીવો પ્રગટાવવાથી ગ્રહદોષમાં રાહત મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. વાણીની કડવાશને કારણે નજીકના સંબંધોમાં તિરાડ પડી શકે છે. કાર્યસ્થળ પર કામનું દબાણ રહેશે, જે તમને માનસિક રીતે વ્યગ્ર કરી શકે છે. આર્થિક રોકાણ અત્યારે ટાળવું હિતાવહ છે. કોર્ટ-કચેરીના કામોમાં વિલંબ થઈ શકે છે. સંતાનોની કોઈ પ્રવૃત્તિ તમને પરેશાન કરી શકે છે. પ્રેમ સંબંધોમાં ધીરજ રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે માથાનો દુખાવો કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. સાંજના સમયે એકાંતમાં ધ્યાન કરવાથી રાહત મળશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત તો મળશે, પરંતુ સામે જાવક પણ એટલી જ રહેશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે અને નવા કરાર મળી શકે છે. પરિવારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે, મન ભટકી શકે છે. ઘરના વડીલોની સલાહ માનવાથી મોટું નુકસાન ટળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી, ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું. હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે.
મકર:
આજનો દિવસ આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ છે. શનિદેવની કૃપાથી તમારા અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં તમારી બદલી ઈચ્છિત સ્થળે થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. મકાન કે જમીન સંબંધિત વિવાદો ઉકેલાઈ જશે. જીવનસાથી સાથેની કેમિસ્ટ્રી અદભૂત રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ ખુલશે. સ્વાસ્થ્ય બાબતે કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તનકારી રહેશે. તમે જીવનમાં કોઈ મોટું જોખમ લેવાનું વિચારી શકો છો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી લાભ થશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે. આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ યોગ અને કસરતને પ્રાધાન્ય આપવું. જરૂરિયાતમંદને અન્નદાન કરવું શ્રેષ્ઠ રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ રહેશે. તમારી ધર્મ-કર્મમાં રુચિ વધશે. ઓફિસમાં તમારા કામની કદર થશે અને કદાચ કોઈ એવોર્ડ કે સન્માન મળી શકે છે. આર્થિક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે. સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ થઈ શકે છે, જે ભવિષ્યમાં સારું પરિણામ આપશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય બાબતે પગના દુખાવાની ફરિયાદ રહી શકે છે. સાંજે કોઈ જૂના મિત્રના સમાચાર મળવાથી આનંદ થશે. પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત કામકાજમાં આજે સાવધાની રાખવી પડશે. હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે.