Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (22-03-26): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણી લો એક ક્લિક પર...

2026-03-22 08:24:00
Author: Darshana Visaria
Article Image

 

મેષ: 
આજે ચંદ્ર મેષ રાશિમાં જ હોવાથી મનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થશે. રવિવાર હોવા છતાં કોઈ મહત્વપૂર્ણ પારિવારિક નિર્ણય લેવામાં તમે વ્યસ્ત રહી શકો છો. આત્મવિશ્વાસ વધશે, પરંતુ ઉતાવળમાં કોઈ કામ ન બગડે તેનું ધ્યાન રાખવું. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને લાંબા સમયથી ચાલી રહેલી માનસિક મૂંઝવણ દૂર થશે. મા કુષ્માંડાની પૂજા તમારા તેજમાં વધારો કરશે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો કે તાવ જેવી સામાન્ય તકલીફ જણાય તો આરામ કરવો. સાંજનો સમય આનંદમય રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. 

વૃષભ: 
આજે આ રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે બિનજરૂરી આકસ્મિક ખર્ચાઓ બજેટ ખોરવી શકે છે. માનસિક રીતે થોડો થાક અને બેચેની અનુભવી શકો છો, તેથી મેડિટેશન કે શાંતિથી સમય વિતાવવો હિતાવહ છે. વિદેશ સાથે જોડાયેલા કામમાં પ્રગતિ થશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે. સામાજિક પ્રસંગોમાં હાજરી આપતી વખતે પોતાની વાણી પર સંયમ રાખવો. પરિવારના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. રવિવારનો ઉપયોગ અધૂરા ઘરેલું કામો પૂરા કરવામાં કરશો તો માનસિક સંતોષ મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે સરળતાથી તેને નિભાવશે. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આર્થિક લાભ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, અણધારી આવકના સ્ત્રોત ઉભા થઈ શકે છે. મિત્રો અને મોટા ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે અને નવી ઓળખાણો ભવિષ્યમાં ફાયદો કરાવશે. રવિવારની રજા હોવા છતાં કોઈ બિઝનેસ મીટિંગ કે નવા પ્રોજેક્ટ પર ચર્ચા થઈ શકે છે. સંતાનોના પક્ષે પ્રગતિ જોઈને હૃદય ગદગદિત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મનપસંદ વાનગીઓનો આનંદ માણશો. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે.

કર્ક: 
આ રાશિના જાતકોના કામ અને મહેનતની આજે કામના સ્થળે તમારી મહેનતની પ્રશંસા થશે અને આવતીકાલના કામ માટે તમે આજે જ મજબૂત આયોજન કરશો. પિતા કે ઉચ્ચ અધિકારીઓ તરફથી માર્ગદર્શન અને આશીર્વાદ મળશે, જે કરિયરમાં મદદરૂપ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે દિવસ અત્યંત લાભદાયી છે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે અને ઘરના નવીનીકરણ વિશે ચર્ચા થઈ શકે છે. માનસિક રીતે તમે ખૂબ જ મક્કમ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ઘૂંટણના દુખાવા જેવી જૂની સમસ્યા ફરી ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ: 
સિંહ રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળવાથી તમારા અટકી પડેલાં ધાર્મિક અને માંગલિક કાર્યો પૂરા થશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે, જે આનંદદાયક અને ફળદાયી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. વડીલોના આશીર્વાદથી મિલકત સંબંધિત વિવાદોનો અંત આવશે. આજે તમારી પ્રતિભા લોકોની સામે આવશે અને તમને માન-સન્માન અપાવશે. સામાજિક સેવાના કાર્યોમાં જોડાવાની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મા કુષ્માંડાની ભક્તિ કરવાથી નસીબ વધુ બળવાન બનશે.

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજે ગ્રહોની સ્થિતિ થોડી પડકારજનક છે, તેથી કોઈપણ જોખમી કાર્ય કે રોકાણથી દૂર રહેવું. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને પેટ કે ચેપી રોગોથી સાવધ રહેવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળ ન કરવી. સાસરી પક્ષ તરફથી મિશ્ર સમાચાર મળી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું, જોકે તમારી બુદ્ધિથી તમે પરિસ્થિતિને સંભાળી લેશો. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે, જે તમને માનસિક શાંતિ આપશે. પરિવારના સભ્યો સાથે દલીલો ટાળવી હિતાવહ છે.

તુલા: 
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ભાગીદારીના કામમાં આજે સફળતા લઈને આવશે અને નવી ભાગીદારી માટે પ્રસ્તાવ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને કોઈ જૂની સમસ્યાનો અંત આવશે. સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે. રવિવારની રજામાં તમે પરિવાર સાથે કોઈ પિકનિક કે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. વેપારમાં વૃદ્ધિ થશે અને નવો ઓર્ડર મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ આંખોમાં બળતરા કે થાક અનુભવી શકો છો. માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે.

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમના માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ છે. શત્રુઓ પરાજિત થશે અને કોર્ટ-કચેરીના મામલામાં પ્રગતિ જોવા મળશે. નોકરીયાત વર્ગને આવતીકાલના કામ માટેના આયોજનમાં ઉપરી અધિકારીઓનો સાથ મળશે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને દેવું લેવાનું ટાળવું. માતૃપક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં નાના-મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી યોગ્ય આરામ અને ખોરાક લેવો. જૂના રોગોમાં રાહત જણાશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આત્મબળમાં વધારો થશે.

ધન: 
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ કલ્પનાશીલ અને સફળ રહેશે. સંતાનોના શિક્ષણ કે લગ્નની ચિંતા હશે તો તે આજે દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા વધશે અને તમે ભાવિ જીવન વિશે મહત્વનો નિર્ણય લઈ શકો છો. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરવું હોય તો આજનો દિવસ નસીબદાર સાબિત થઈ શકે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં તમારી જીત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની પીડામાંથી મુક્તિ મળશે. સાંજનો સમય સંગીત કે કલાત્મક પ્રવૃત્તિમાં વિતાવશો તો મન શાંત રહેશે.

મકર
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે ભૌતિક સુખ પાછળ ખર્ચ કરી શકો છે. આજે તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો. પ્રોપર્ટી કે જમીન ખરીદવા માટેનો નિર્ણય લેવા માટે દિવસ શુભ છે. કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતાની કદર થશે અને નવી જવાબદારીઓ માટે તમને તૈયાર કરવામાં આવશે. રવિવાર હોવાથી ઘરમાં મહેમાનોની અવરજવર રહી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ જીવંત બનશે. માનસિક રીતે તમે મજબૂત અનુભવશો. છાતી કે શરદીની તકલીફ હોય તો ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું.

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવશે, જેને કારણે તમે અઘરા કામ પણ હસી-ખુશીથી પૂરા કરશો. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે અને તેમની સાથે કોઈ જૂના મતભેદો દૂર થશે. ટૂંકી મુસાફરીના યોગ છે, જે મનોરંજનની સાથે લાભદાયી પણ રહેશે. સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા કરશે. નવી યોજનાઓ પર અમલ કરવા માટેનો ઉત્તમ સમય છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં કાન કે ગળાની તકલીફથી સાવધ રહેવું. ધાર્મિક સાહિત્યના વાંચનથી મન પ્રફુલ્લિત રહેશે.

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક રહેશે, અચાનક ધનલાભ થવાના મજબૂત યોગ છે. તમારી મધુર વાણીથી તમે વિરોધીઓને પણ મિત્ર બનાવી શકશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. સોના-ચાંદી કે અન્ય સ્થિર મિલકતમાં રોકાણ કરવું તમારા માટે લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્યમાં આંખો કે દાંતની સમસ્યામાં રાહત જણાશે. જરૂરિયાતમંદને ભોજન કરાવવાથી અને મા કુષ્માંડાની પૂજા કરવાથી માનસિક સંતોષ અને શાંતિ મળશે.

વધુ જુઓ...