નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક એવા દેશ છે જ્યાં આ વર્ષે ગરમીએ રીતસરના પરસેવા છોડાવી દીધા છે. પણ ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરમાં 97 શહેર એકલા ભારતમાંથી છે. ભારતના મોટાભાગના રાજ્યમાં ગરમીના કારણે પ્રજા બાહર નીકળવાનું ટાળે છે. શુક્રવારે આવેલા એક વૈશ્વિક રિપોર્ટે સૌને ચૌંકાવી દીધા છે. દુનિયાના 100 શહેરમાંથી 97 શહેર ભારતના રહ્યા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વી ભાગમાં આ વખતેનો ઉનાળો સૌથી આકરો રહ્યો છે.

બપોરે બાહર નીકળવું મુશ્કેલ
બપોરના સમયે અનેક એવા શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર થઈ જાય છે. AQIનું માનીએતો ભારતીય સમય અનુસાર 2.50 વાગ્યાથી સૌથી વધારે ગરમી પડે છે.આ સમય વખતે જ્યારે મોનિટરિંગ કરવામાં આવ્યું એવા સમયે જ્યારે તાપમાનનો પારો સૌથી ઉપર રહ્યો હતો. આ યાદીમાં મોટાભાગના શહેર ભારતના રહ્યા હતા. ગુરૂવારે ઓડિશાના બાલાંગીરમાં 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ દિવસે ભારતનું સૌથી ગરમ શહેર ઓડિશાનું બાલાંગીર રહ્યું હતું. આ સિવાય બિહારના સાસારામમાં 48 ડિગ્રી, વારાણસીમાં 47 ડિગ્રી તાપમાન રહ્યું હતું.ભારત સિવાય આ વખતે નેપાળમાં પણ ભીષણ ગરમીથી પ્રજા તોબા પોકારી ઊઠી છે.
નેપાળમાં પણ ગરમીથી ત્રાહિમામ
નેપાળના ધાંગડી, નેપાલગંજ અને લુમ્બિનીમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. અહીંયા તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું, જે નેપાળના તમામ શહેર કરતા વધારે હોવાનું મનાય છે. ભારતના સૌથી ગરમ શહેરમાં મુઝફ્ફરનગર, અયોધ્યા, પટિયાલા, વારંગલ, હરિદ્વાર, ગ્વાલિયર, ધનબાદ, ચંડીગઢ, આગરા, ભરતપુર અને સિંગરૌલીનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં તપામાનનો પારો 11 વાગ્યા બાદ જ 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ગરમી વધવાના કારણે તબિયથ લથડી હોય એવા 300 કેસ સામે આવ્યા છે. દેશના આરોગ્ય વિભાગે દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ અને ગાઝિયાબાદ જેવા શહેરો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. ગરમીમાં શું કરવું અને શું ન કરવું એ અંગે નાગરિકોને ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. માર્ચની શરૂઆતથી લઈને મે મહિનાના અંતિમ દિવસો સુધી ખાસ ધ્યાન રાખવા માટે કહેવાયું છે.

ગુજરાતમાં હજુ રહેશે ગરમીનું જોર
બીજી તરફ જ્યા ભીષણ ગરમી પડી રહી છે એવા રાજ્યોમાં રાજ્ય સરકારે લોકોને સવારે 11થી 5 વાગ્યા સુધી કામ વગર ઘરની બાહર ન નીકળવાની અપીલ કરી છે.આ સાથે એલર્ટ આપ્યું છે કે, આ સમય દરમિયાન લૂ અને તાપમાન વધી શકે છે. બીજી તરફ દેશના હવામાન વિભાગે એવી આગાહી વ્યક્ત કરી છે કે, તારીખ 22થી 27 મે સુધી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે તાપ પડશે અને લૂ પણ ફૂંકાશે.આ ઉપરાંત આરોગ્ય વિભાગે હિટ સ્ટ્રોક અને ઉનાળું બીમારી માટે ખાસ વૉર્ડ તૈયાર કર્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા 15 દિવસથી ગરમીએ બપોરના સમયે કુદરતી કર્ફ્યૂનો માહોલ સર્જી દીધો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં હજું ચાર દિવસ ગરમીનું જોર રહેશે.