નવી દિલ્હીઃ આજે 22 માર્ચ છે, આ એ જ દિવસ છે, જ્યારે કોરોના મહામારીને કારણે ભારતમાં 'લોકડાઉન' લાગુ કરવામાં આવ્યું હતું. આ તારીખ એવી છે, જેને યાદ કરતાની સાથે જ આજથી 6 વર્ષ પહેલા એટલે કે 2020માં લાગેલું લોકડાઉન યાદ આવી જાય છે.
તે વખતે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં તમામ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ ઠપ થઈ ગઈ હતી. રસ્તાઓ, શેરીઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત એરપોર્ટ્સ સાવ સૂમસામ થઈ ગયા હતા, લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નહોતા નીકળી શકતા. આ દિવસોનો જેણે પણ અનુભવ કર્યો છે, તે ક્યારે પણ આ ક્ષણને ભૂલી શકે નહીં.
સરકારે માર્ચ મહિનામાં 'જનતા કર્ફ્યુ' લાદ્યો હતો
આજથી 6 વર્ષ પહેલા કોરોના મહામારી આવી હતી. આ મહામારી વધારે ના ફેલાય તે માટે સરકારે લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. પહેલા માર્ચ 2020માં જનતા કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો અને પછી આ કર્ફ્યુ લોકડાઉનમાં ફેરવાઈ ગયું હતું. આ વખતે કોઈ એક વિસ્તારની પરંતુ સમગ્ર દેશવાસીઓ પોતાના ઘરમાં કેદ થઈ ગયાં હતા. કોરોનાના કારણે હજારો લાખોની સંખ્યામાં લોકોના મોત પણ થયાં હતા.
લોકડાઉન વખતે રસ્તા પર માત્ર પોલીસ જ જોવા મળતી
કોરોના વખતે લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઓફિસો બંધ, રસ્તા સુમસામ અને શાળા-કોલેજોને પણ તાળા લાગી ગયાં હતા. રસ્તા પર માત્ર પોલીસ, ડોક્ટર અને મીડિયા કર્મીઓ જ જોવા મળતા હતા. આ દરમિયાનપ્રદૂષિત રહેતા શહેરોની હવા પણ એકદમ શુદ્ધ થઈ ગઈ હતી, પરંતુ સાથે સાથે લોકોમાં કોરોનાનો ડર પણ એટલો જ જોવા મળ્યો હતો.
Happy 6th Corona Lockdown bday
— Arun Arora (@Arun2981) March 22, 2026
pic.twitter.com/iR1wOyFrVK
સોશિયલ મીડિયામાં લોકોએ ભાવુક થઈ પોસ્ટ કરી
અત્યારે ફરી એકવાર 6 વર્ષ જૂના લોકડાઉન અને તેની અસરના વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. આ વીડિયામાં સુમસામ રસ્તાઓ બતાવવામાં આવી રહ્યાં છે. આ વીડિયો જોઈને લોકો ભાવુક પણ થઈ રહ્યાં છે. આ દરમિયાન તેમને કેવા અનુભવો થયા, દિવસો અને રાતો કેવી રીતે પસાર થઈ તેનો અનુભવ પણ શેર કરવામાં આવી રહ્યો છે.
વાસ્તરમાં સ્થિતિ એવી હતી કે, લોકોને એકની એક જ જગ્યાએ મહિનાઓ સુધી રહેવું પડ્યું હતું. કારણ કે, સ્થિતિને સામાન્ય થતા પણ ઘણો સમય લાગી ગયો હતો.