Mon Sep 07 2026

Logo

ઈરાનને 22 દેશોએ સામૂહિક પત્ર લખી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અપીલ કરી

2026-03-21 20:34:00
Author: Chandrakant Kanoja
ઈરાનને 22 દેશોએ સામૂહિક પત્ર લખી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અપીલ કરી

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પશ્ચિમ એશિયામાં કટોકટી સર્જાઈ છે. તેમાં પણ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ક્રુડ ઓઈલ અને એલપીજીનો પુરવઠો પણ અન્ય દેશો પાસે ઘટી રહ્યો છે.  જેના લીધે હવે 22 દેશોએ સામૂહિક રીતે ઈરાનને તાત્કાલિક હુમલા બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અપીલ કરી છે. આ દેશોમાં યુએઈ, યુકે, ફ્રાન્સ, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવી અનેક મોટી વૈશ્વિક શક્તિઓનો સમાવેશ થાય છે. 

ક્રુડ ઓઈલ  અને ગેસ માળખાને નિશાન બનાવ્યા

આ અંગે આ તમામ દેશોએ ઈરાનની કાર્યવાહીની સખત નિંદા કરતા સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આ રાષ્ટ્રોએ દાવો કર્યો છે કે ઈરાને તાજેતરમાં નિઃશસ્ત્ર  કોમર્શિયલ  જહાજો પર હુમલા કર્યા છે. જેમાં  મહત્વપૂર્ણ ક્રુડ ઓઈલ  અને ગેસ માળખાને નિશાન બનાવ્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે 
બંધ કરી દીધો છે. 


અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 28 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાન પણ મોટાપાયે હુમલા કરીને જવાબ આપી રહ્યું છે. જેના લીધે સ્થિતી વધુ વિકટ બની રહી છે. તેમજ ઈરાને ખાડી દેશોમાંથી પસાર થતા ક્રુડ ઓઈલ અંગે ગેસને હોર્મુઝ સ્ટ્રેટમાં જ  અટકાવી દીધો છે. જેના લીધે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમજ અન્ય દેશો પાસે તેનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. 

હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાની નીતિ ચાલુ રહેશે

ત્યારે આ દેશોએ હવે  ઇરાનના નવા સર્વોચ્ચ નેતા અને અલી ખામેનીના પુત્ર  મોજતબા ખામેનીએ તેમના પ્રથમ જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે ઇરાન તેમના પર હુમલાનો બદલો લેશે. તેમજ ચેતવણી પણ આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાની નીતિ ચાલુ રહેશે. તેમજ પાડોશી દેશોએ અમેરિકાના  લશ્કરી બેઝને બંધ કરવા પડશે.