એર ઇન્ડિયા માટે સંકટોનો સમય સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યો. ગત દિવસોમાં એર ઇન્ડિયાના એક વિમાનમાં ટર્બ્યુલન્સમાં જવાની ઘટના બાદ પાયલોટોની તપાસ ઝડપી થઇ ગઇ છે અને આ જ ક્રમમાં ટેસ્ટિંગ દરમ્યાન વધુ 2 પાયલોટ ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા. જો કે બન્ને પાયલોટોનું ફાઇનલ ટેસ્ટ રિઝલ્ટનો ઇંતજાર છે. પરંતુ ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી બન્ને પાયલોટોની ડ્યૂટી કે ફ્લાઇટ રોસ્ટરથી છુટ્ટી કરી દેવામાં આવી છે.
ડ્રગ ટેસ્ટ દરમ્યાન એર ઇન્ડિયાના વધુ 2 પાયલોટ પ્રારંભિક તપાસમાં પોઝિટિવ આવ્યા છે. આ બન્ને પાયલોટનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે. જો કે ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી બન્ને પાયલોટોનું નામ ડ્યુટી કે ફ્લાઇટ રોસ્ટર(De-Rostered) થી હટાવી દેવામાંક આવ્યું છે. અત્યાર સુધી એર ઇન્ડિયાના 300થી વધુ પાયલોટોનો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવી ચૂક્યો છે.
પાયલોટોનો ડ્રગ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પોતાના બધા પાયલોટોનું સાઇકો એક્ટિવ પદાર્થો માટે જરુરી તપાસ શરુ કરશે. આ પગલું નિયમોની જરુરિયાતોથી આગળ વધીને તપાસ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. કારણ કે ફૂકેત-દિલ્હી વિમાનના એક મેઇન કેપ્ટનનની મારિજુઆના એટલે કે ગાંજા તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉડ્યન દરમ્યાન વિમાનની ઊંચાઇ અચાનક ઘટી ગઇ હતી. આ વિમાન, ઉડ્યન દરમ્યાન અચાનક 300 ફૂટ નીચે આવી ગયું હતું.
ટાટા ગ્રુપની આ બન્ને એરલાઇન્સમાં કુલ 5,000થી વધુ પાયલોટ છે. એરલાઇન્સ કંપનીએ ગત સપ્તાહે પાયલોટોને મોકલેલા એક ઇન્ટરનલ મેસેજમાં કહ્યું કે આ વ્યાપક તપાસમાં હાલના એવિએશન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને દવાઓની તપાસ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું કે આ તપાસ અનિવાર્ય છે.