Thu Jun 18 2026

Logo

ભારત સહિત વિશ્વમાં X ડાઉન, યુઝર્સ પરેશાન, કંપનીનું મૌન...

California   2026-03-18 21:44:03
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અચાનક દુનિયાભરમાં ઠપ્પ થઈ જતા યુઝર્સની ફરિયાદનો ઊઠી હતી. ભારત સહિત દુનિયાના અનેક દેશમાં યુઝર્સ જ્યારે પોતાની પોસ્ટ મૂકી રહ્યા હતા એ સમયે એક્સ ઠપ્પ થઈ ગયું હતું. એપ્લિકેશન અને વેબસાઈટ વ્યવસ્થિત રીતે કામ કરતા બંધ થયા હતા.યુઝર્સે જણાવ્યું હતું કે, ટ્વિટરમાં એપ્લિકેશનમાં અને વેબસાઈટમાં કોઈ રીતે ફીડ લોડ થઈ રહી ન હતી. પોસ્ટ દેખાઈ રહી ન હતી. લિંક ફરીથી ઓપન પણ થતી ન હતી. 

તમામ એક્ટિવિટી ઠપ્પ
એક્સ પર ટ્રે્ન્ડ ચેક કરવા જતાં કોઈ નવા ટ્રેન્ડ કે હેશટેગ જોવા મળ્યા ન હતા. આ પ્લેટફોર્મ પરની તમામ એક્ટિવિટી ઠપ્પ થઈ ગઈ હતી. આવું પહેલીવાર થયું નથી, આ પહેલા પણ એક્સ ઠપ્પ થઈ ચૂક્યું છે. કેટલાક યુઝર્સ એવા હતા કે, એમનાથી કોઈ રીતે એપ્લિકેશન ઓપન પણ થતી ન હતી આઉટેજ ટ્રેક કરતી વેબસાઈટ Downdetector પર અચાનક ફરિયાદનો ઢગલો થઈ ગયો હતો. ભારતમાં આશરે 2500 થી વધારે યુઝર્સે આશરે 8.20 વાગ્યે આ મુશ્કેલીનો સામનો કર્યો હતો. પ્લેટફોર્મ પર રીફ્રેશ પણ થતું ન હતુ. આ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, 3800થી વધારે ફરિયાદ આ પ્લેટફોર્મ ઠપ્પ થવાને લઈને આવી હતી. 

કંપનીએ કંઈ કહ્યું નહીં
Downdetector એક એવું પ્લેટફોર્મ છે જે દુનિયાભરની વેબસાઈટ અને ઓનલાઈન સર્વિસમાં ઊભી થનારી ટેકનિકલ મુશ્કેલીઓને યુઝર્સના રિપોર્ટ કે ફરિયાદના આધારે ટ્રેક કરે છે. એપ્લિકેશન અને વેબસાઈટ પર આવેલી મુશ્કેલીને લઈને યુઝર્સનું એવું કહેવું છે કે, માત્ર મોબાઈલ એપ્લિકેશન જ નહી વેબસાઈટ પણ વ્યવસ્થિત રીત રીલોડ થતી ન હતી. જોકે, આવું શા માટે થયું એ પાછળનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કંપની તરફથી પણ કોઈ ચોક્કસ કારણની સ્પષ્ટતા કરવામાં આવી નથી. સર્વર ડાઉન અને નેટવર્ક સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી હોઈ શકે છે.