Sat Aug 15 2026

Logo

રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા પર આક્ષેપો; મેવાણીએ સત્ય જાણ્યું કે નહીં? શું છે રાજકોટ કેસની હકીકત...

2026-03-28 19:15:50
Author: Vimal Prajapati
Article Image

રાજકોટઃ રાજકોટની ઘટના અત્યારે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રાજકોટ પોલીસ દ્વારા એક કથિત પત્રકાર સાથે બર્બરતા કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. કથિત પત્રકાર દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. આ મુદ્દો ચર્ચામાં આવ્યો તે પછી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ મેદાને આવ્યાં છે. જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, મુદ્દો કેમ ચર્ચામાં આવ્યો? શું સુરેશ વડેચા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? પોલીસ દ્વારા કેમ બર્બરતા દાખવવામાં આવી? રાજનેતાઓ કેમ આ મુદ્દે મેદાને આવ્યાં છે? ચાલો વિગતે જાણીએ...

રાજકોટ પોલીસ પર કેમ સવાલો થઈ રહ્યાં છે?

આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે એફઆઈઆર દાખલ કરવા, ધરપકડ કરવા અને નોકરી માંથી કાઢી માટે મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. મેવાણીનું કહેવું છે કે, સુરેશ વડૈચા પર પોલીસે કાયદા વિરૂદ્ધનું કામ કર્યું છે. પત્રકાર સુરેશ વડેચાને પગે ફેક્ટ્ર થયું છે. તેનું કારણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

આક્ષેપ એવો પણ છે કે, ડીસીપી જગદીશ બાંગરવાએ સુરેશ વડેચાને કોઈ ફરિયાદ વિના જ અટકાયત કરીને માર માર્યો છે. આ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ એક્સ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ સુરેશ વડેચા સાથે વાત કરી રહ્યાં છે. 

શું ખરેખર સુરેશ વડેચા સાથે બર્બરતા થઈ?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, જે સુરેશ વડેચા સાથે બર્બરતાની વાત થઈ રહી છે. તેની સામે બે ગુના નોંધાયેલા છે. આ પહેલા પણ ઘણી વખત ગુનાહિત કાર્યોમાં સપડાયેલો હોવાના પણ દાવો કરવામાં આવી રહ્યો છે. હવે પશ્ન એ થાય છે કે, જો સુરેશ વડેચા આરોપી છે, તો નેતાઓ કેમ તેમને પક્ષ લઈ રહ્યાં છે. રાજકોટની લોકોનું કહેવું છે કે, જીજ્ઞેશ મેવાણીએ પહેલા તપાસ કરી લેવી જોઈએ કે તેઓ કોનો પક્ષ લઈ રહ્યાં છે? આવી રીતે કોઈના પણ સમર્થનમાં આવવું યોગ્ય છે? 

ગુનેગારો સામે કાર્યવાહી કરવી જોઈએ નહીં કે બર્બરતા?

અહીં પ્રશ્ન માત્ર જીજ્ઞેશ મેવાણી સામે જ નહીં પરંતુ પોલીસ સામે પણ છે. જો કે, કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃતિમાં ઝડપાય છે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ એમાં કોઈ બે મત નથી. પરંતુ આરોપી સાથે બર્બરતા સામે રાખવામાં આવે છે? આરોપીને સજા કરવાનું કામ કોર્ટનું છે તો પછી પોલીસ દ્વારા શા માટે કાયદો હાથમાં લેવામાં આવે છે? જો સુરશ વડેચા સામે કોઈ ફરિયાદ નોંધાઈ છે તો પછી તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ તેની પર અત્યાચાર શા માટે? અત્યારે પોલીસ પર ગંભીર સવાલો થઈ રહ્યાં છે. 

ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં લોકોએ શું કહ્યું?

કેટલાક લોકો પોલીસને સમર્થન પણ આપી રહ્યાં છે,કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટમાં શાંતિ સ્થાપિત કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા છે. રાજકોટમાં આતંક મચાવતી પેંગા ગેંગના 21 આરોપીઓ, મુર્ગા ગેંને 17 ગુનેગારો, ઓડીયા ગેંગના 11 આરોપીઓ, બાટલી ગેંગના 19 આરોપીઓ અને ચડ્ડી-બનિયાન ગેંના 11 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. દાવો એવો પણ છે કે, ડીસીપી જગદીશ બાંગરવા દરેક લોકોની ફરિયાદ સાંભળે છે અને તે કેસમાં આગલ કાર્યવાહી પણ કરે છે! પરંતુ આ કેસમાં તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા ખાસ ચર્ચામાં આવ્યાં છે.

શું પોલીસ પર કરવામાં આવેલા આક્ષેપો સાચા છે? 

મૂળ વાત એ છે કે, આવી રીતે શું સુરેશ વડેચા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા છે? જો આક્ષેપ સાચા છે તો પ્રશ્ન એ પણ થાય છે કે, પોલીસે આવી બર્બરતા શા માટે કરી? આ કેસમાં કોનો અહમ ઘવાઈ રહ્યો છે અને કોને છાવરવામાં આવી રહ્યાં છે. જીજ્ઞેશ મેવાણી અનેક મુદ્દાઓ પર લોકોને અવાજ ઉઠાવતા હોય છે. તો શું આ કેસમાં તેમણે ઘટના પાછળની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો હશે કે કેમ? આવા અનેક પ્રકારના સવાલો પર આ મુદ્દો રાજકોટ સહિત રાજ્યભરમાં ઘણાં દિવસ સુધી ચર્ચાનું કેન્દ્ર રહેશે તેવું લાગી રહ્યું છે.