આજના ડિજિટલ યુગમાં ઈન્સ્ટાગ્રામ માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ કમાણી અને બ્રાન્ડિંગ માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. ઘણા ક્રિએટર્સ ખૂબ જ સારું કન્ટેન્ટ અને શાનદાર વિડીયો બનાવે છે, છતાં તેમને પૂરતા વ્યુઝ કે લાઇક્સ મળતા નથી. આની પાછળનું મુખ્ય કારણ 'ખોટો સમય' હોઈ શકે છે. સોશિયલ મીડિયા એલ્ગોરિધમ મુજબ, જો તમે સાચા સમયે પોસ્ટ નથી કરતા, તો તમારી રીચ ઘટી જાય છે. ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ પોસ્ટ કરવાનો એ 'ગોલ્ડન ટાઇમ' કયો છે, જ્યારે યુઝર્સ સૌથી વધુ એક્ટિવ હોય છે.
વાત કરીએ શું છે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનો સર્વશ્રેષ્ઠ સમયની તો ગ્લોબલ સોશિયલ મીડિયા ડેટા અને રિસર્ચ અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટેનો કોઈ એક ચોક્કસ સમય નથી, પરંતુ દિવસના કેટલાક કલાકો એવા હોય છે જેમાં યુઝર્સ સૌથી વધુ સ્ક્રોલિંગ કરતા હોય છે, ચાલો એના વિશે વિસ્તારથી વાત કરીએ.
સવારનો સમય એટલે કે 7થી 9 વાગ્યા સુધીનો સમય સોશિયલ મીડિયા પર સવારે જાગતાની સાથે જ અથવા ઓફિસ-કોલેજ જતી વખતે મુસાફરી દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરે છે. આ સમયે પોસ્ટ કરવાથી સારી શરૂઆત મળી શકે છે.
આ ઉપરાંત બપોરનો સમય એટલે કે બપોરે 12થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય સામાન્ય પણે ઓફિસ ગોઇંગ લોકો અને સ્કુલ-કોલેજ જતાં સ્ટુડન્ટ્સનો લંચ બ્રેકનો હોય છે. આ દરમિયાન લોકો ફ્રી હોવાથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવિટી ઝડપથી વધે છે.

સાંજનો પ્રાઈમ ટાઈમ એટલે કે સાંજે 5થી રાતે 8 વાગ્યા સુધીના સમયને ઈન્સ્ટાગ્રામનો 'ગોલ્ડન ટાઇમ' માનવામાં આવે છે. ઓફિસ કે કામ પરથી છૂટ્યા પછી લોકો રિફ્રેશ થવા માટે રીલ્સ જોવાનું વધુ પસંદ કરે છે. આ સમયે કન્ટેન્ટ પોસ્ટ કરવાથી સૌથી હાઇએસ્ટ રીચ મળવાની સંભાવના રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર માત્ર સમય જ નહીં, પણ અઠવાડિયાના દિવસો પણ મેટર કરે છે. વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવાર દરમિયાન લોકો મોડે સુધી જાગતા હોવાથી રાત્રિના સમયે પણ સારી રીચ મળે છે. જ્યારે સોમવાર અને મંગળવારે લોકો ઓફિસના કામમાં વ્યસ્ત હોવાથી બપોરના સમયે અથવા મોડી સાંજે જ કન્ટેન્ટ અપલોડ કરવું હિતાવહ છે.
તમારા એકાઉન્ટનો 'ગોલ્ડન ટાઇમ' આ રીતે શોધો
દરેક ઈન્સ્ટાગ્રામ પેજ અથવા આઇડીના ઓડિયન્સ અલગ-અલગ હોય છે. તમારા પોતાના ફોલોઅર્સ ક્યારે સૌથી વધુ ઓનલાઇન રહે છે તે જાણવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો-
તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને Professional કે પછી Creator profileમાં સ્વિચ કરો.
પ્રોફાઇલમાં જઈને 'Insights' અથવા 'Professional Dashboard' પર ક્લિક કરો.
ત્યાં 'Total Followers'ના ઓપ્શનમાં જાઓ અને નીચે સ્ક્રોલ કરો.
ત્યાં તમને 'Most Active Times'નો આખો ગ્રાફ જોવા મળશે, જે કલાકો અને દિવસો પ્રમાણે બતાવશે કે તમારા ફોલોઅર્સ કયા સમયે સૌથી વધુ એક્ટિવ રહે છે. તે જ સમય તમારા માટે બેસ્ટ છે.