Fri Sep 04 2026

Logo

પશ્ચિમ બંગાળના નાદિયામાં કોંગ્રેસ નેતા અનીસુર રહમાન અને તેમના પુત્રની સરેઆમ હત્યા

2026-08-16 08:35:00
Author: Vimal Prajapati
પશ્ચિમ બંગાળના નાદિયામાં કોંગ્રેસ નેતા અનીસુર રહમાન અને તેમના પુત્રની સરેઆમ હત્યા

નાદિયા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના સિનિયર નેતા અનીસુર રહમાન અને તેમના પુત્ર અબુ સુફિયાનની અજાણ્યા હુમલાખોરોએ નિર્મમ હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર નકાશીપારા વિસ્તારમાં દહેશત અને તણાવનો માહોલ સર્જાયો છે.  પોલીસ દ્વારા મામલે તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

કાર રોકીને અંધાધૂંધ ફાયરિંગ અને હુમલો 

મળતી માહિતી મુજબ, અનીસુર રહમાન જ્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે નકાશીપારા નજીક કેટલાક સશસ્ત્ર બદમાશોએ તેમની કારને ઘેરી લીધી હતી. કાર અટકતાં જ હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. આટલું જ નહીં, બંને પર ધારદાર હથિયારો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે અનીસુર રહમાન અને તેમના પુત્ર અબુ સુફિયાન બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ નકાશીપારા પોલીસ સ્ટેશનનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોપોર્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ હત્યાકાંડ પાછળ રાજકીય ખાર છે કે કોઈ અંગત દુશ્મનાવટ? તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલ હુમલાખોરોની શોધખોળ માટે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે.

કોંગ્રેસના એક મજબૂત અને સ્થાનિક નેતાની જાહેરમાં હત્યા

તમને જણાવી દઈએ કે, અનીસુર રહમાન પશ્ચિમ બંગાળ કોંગ્રેસના એક મજબૂત અને જાણીતા સ્થાનિક નેતા હતા. તેઓ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય, નાદિયા જિલ્લા કોંગ્રેસના મહાસચિવ તેમજ નકાશીપારા બ્લોક કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ તરીકે લાંબા સમયથી સંગઠન માટે કામ કરી રહ્યા હતા. સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ ઘણો વધારે હોવાનું માનવામાં આવે છે.