મુંબઈઃ અક્ષય કુમારની કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભરપુર કોમેડી અને એક્શન સાથે આ ફિલ્મ આવી રહી છે. આ વખતે ફિલ્મની થીમ જંગલ છે પણ જંગલમાં જઈને આર્મીના ડ્રેસકોડમાં કયુ મિશન પાર પાડવા માટે આટલી મોટી સ્ટારકાસ્ટ ઊતરી છે એ ફિલ્મનો મુખ્ય વિષય છે. આ ઉપરાંત આ ફિલ્મમાં જેકી શ્રોફના લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આમ તો ફિલ્મના ટ્રેલર પરથી કહી શકાય કે, ફિલ્મમાં લોજિક મારવા જેવું છે જ નહીં, માત્ર અને માત્ર મનોરંજન પૂરતી જ ફિલ્મ છે.ટ્રેલર જોયા બાદ એટલું કહી શકાય કે, ફિલ્મમાં સ્ટારકાસ્ટ મોટી છે ફની મોમેન્ટ થોડા ઓછા છે.
એક ફિલ્મમાં કેટલા કલાકાર?
આ ફિલ્મની અંદર કુલ 30 સેલેબ્સનો કાફલો છે, આ એવા કલાકારો છે જેને સ્ક્રિન પર જોતા જ ખ્યાલ આવી જાય અને એમની અદાથી સૌ કોઈ વાકેફ થઈ જાય. આ કોઈના નામ આપવાની પણ જરૂર નથી. પ્લોટ કંઈક એવો છે કે, પરેશ રાવલ અને રાજપાલ યાદવ ફિલ્મ બનાવવા માટે નીકળ્યા છે. પણ લોચા ત્યા થાય છે કે, તેઓ નકલી ફોર્સ બનીને કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જાય છે. આ સમગ્ર ટીમને અક્ષય કુમાર લીડ કરે છે.

2000 કરોડની ફેક ફિલ્મથી ટ્રેલર શરૂ થાય છે પણ ફેક ફિલ્મમાં જંગલ થીમ કેન્દ્રમાં છે. ભરપુર વીએફએક્સ અને એનિમેશનની જાદુઈ દુનિયા અલગથી તરી આવે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જ એટલી મોટી છે તો શુટિંગમાં બબાલ તો થવાની છે જ. દરેક એક્ટરનો પોર્શન કેટલો એ પણ ચર્ચાનો વિષય છે. જે ગામમાં નકલી ફોર્સનો ડ્રેસ પહેરીને સ્ટારકાસ્ટ જાય છે એને લોકો અસલી ફોર્સ સમજી લે છે. અહીંયા મામલો બગડે છે.
અક્ષય કુમાર કેન્દ્રમાં
ફિલ્મમાં કોઈ ફની મોમેન્ટની વાત કરવામાં આવે તો સરળતાથી કલ્પી શકાય એવી કોમેડી છે. ફની મોમેન્ટ પણ ઓછી છે. એક સમયે ટ્રેલરને લાંબુ પરાણે ખેંચ્યું બહોય એવો અહેસાસ થાય છે. વોટ્સએપ પર આવેલા જોક્સને જાણે સ્ક્રિનિંગ કરાયા હોય એવું ફીલ થાય છે. ટ્રેલર જોનારા એ વાત સાથે સહમત છે કે, દરેક સીનમાં અક્ષયને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. વેલકમ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો ત્યારે એ જોઈને એક સીન માટે પણ કંટાળો આવ્યો ન હતો.

જંગલ થીમમાં ઊભા કરેલા સેટ પર કંટાળો અવશ્ય આવશે. એક સમયે ફિલ્મ ધીમી પડી જતી હોય એવું પણ લાગી શકે છે. 26 જુનના રોજ આ ફિલ્મ થિયેટર્સમાં આવી રહી છે. પણ સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ સિટી સુધી ચર્ચા આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને થઈ રહી છે. નેટિઝન એવું કહી રહ્યા છે કે, કોમેડીના નામે ખિચડી પકવી નાંખી છે. જેમાં કંઈ ઉકળતું નથી અને કોમેડી ખૂબ ઓછી છે. એક સમયે બોલિવૂડના દરેક સીનની ચર્ચા થતી હતી. એવામાં આ ફિલ્મના કોઈ સીન ચર્ચામાં રહે એવું ટ્રેલરમાં દેખાતું નથી.

દેશી કલાકારની ઈમેજ
અક્ષય કુમારનો ભોજપુરી અંદાજ દમદાર છે પણ અક્ષય એમાં ફીટ બેસતો નથી. એક્ટિંગ સારી છે, કોમેડી પણ એની સારી છે. પણ જ્યાં ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો ફિલ્મના દરેક કલ્પી શકાય છે. કલાકારોની આટલી મોટી સ્ટારકાસ્ટમાં ફિલ્મની વાર્તા ક્યાંક પાટા પરથી ખસી જતી હોય એવું લાગે છે. હવે આ સમગ્ર મામલો ક્યા ગામનો છે અને કોની સાથેનો છે એ અંગેની હકીકત 26 જુનના રોજ જોવા મળશે.
આ ફિલ્મનું ટ્રેલર જેટલું ચર્ચામાં નથી એટલા એના કલાકારો ચર્ચામાં રહ્યા હતા. જે અક્ષય કુમારે પરેશ રાવલ સામે દાવો માડ્યો હતો એ જ બન્ને કલાકારો અહી મસ્ત કોમેડી રહ્યા છે. બધુ સારૂ થઈ ગયું છે એવી વાત વચ્ચે હેરાફેરી પણ ઓન ફ્લોર થાય એવી વાત મળી છે. બની શકે છે હકીકત કંઈક ઔર હોય