Tue Apr 28 2026

Logo

વિરાટને ન મળવા મળ્યું એટલે બાળકે રડતાં રડતાં પાછા આવીને...

2026-04-28 12:56:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: સોમવારે પાટનગરમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મૅચમાં વિરાટ કોહલી આઇપીએલના ઇતિહાસમાં 9,000 રન કરનાર પ્રથમ બૅટ્સમૅન બન્યો એ બદલ બેહદ ખુશ હતો અને તેણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ તેના એક લિટલ ફેન માટે એ દિવસ નિરાશાજનક હતો. કોહલીના આ બાળ ચાહકને કોહલી સુધી પહોંચીને તેના ઓટોગ્રાફ ન લેવા મળ્યા એટલે ખૂબ રડવા લાગ્યો હતો.

દિલ્હીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ જે હોટેલમાં રહેવાની હતી એ હોટેલમાં એક બાળક (LITTLE FAN) તેના મમ્મી-પપ્પા સાથે ઘણીવાર સુધી વિરાટની રાહ જોતો ઊભો હતો.

વિરાટ હટેલમાં આવ્યો ત્યારે સિક્યૂરિટી ગાર્ડસની વચ્ચે હતો. તે જઈ રહ્યો હતો ત્યારે એ બાળક તેને મળવા માટે તેની નજીક દોડી ગયો હતો, પણ અધિકારીઓ અને રક્ષકોએ તેને વિરાટ સુધી નહોતો જવા દીધો. નિરાશ થઈ ગયેલો એ બાળક તરત પાછો વળી ગયો હતો રડતો રડતો આવી રહ્યો હતો અને ગુસ્સામાં તેણે બૅટ ફેંક્યું હતું.

સોશ્યલ મીડિયામાં એવી ટિપ્પણી થઈ રહી છે કે વિરાટે એ બાળકને અવગણવો નહોતો જોઈતો, તેને પોતાની પાસે બોલાવીને ભેટીને ઑટોગ્રાફ આપવો જોઈતો હતો.

જોકે મીડિયામાં કેટલાક લોકોએ એવી પણ કમેન્ટ કરી હતી કે ખેલાડીઓ માટે સલામતીનું મજબૂત કવચ દરેક જગ્યાએ રાખવું જ પડતું હોય છે જો એ બાળકને વિરાટ સુધી આવવાની છૂટ અપાઈ હોત તો આસપાસ ઊભેલા બીજા લોકો પણ વિરાટ પાસે દોડી આવ્યા હોય અને સલામતી રક્ષકોનું કામ મુશ્કેલ થઈ ગયું હોત. કેટલાક લોકોએ મીડિયામાં એવી પણ ટિપ્પણી કરી છે કે પેરેન્ટ્સે પોતાના બાળકોને શીખવવું જોઈએ કે આ રીતે સેલિબ્રિટીઝ પાસે દોડીને ન જવાય.

દિલ્હી સોમવારની આ મેચમાં કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા બાદ છેવટે હારી ગયું હતું. દિલ્હીએ બૅટિંગ મળ્યા પછી ફક્ત આઠ ટનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ખાસ કરીને અભિષેક પોરેલ (33 બોલમાં 30 રન)ની ઇનિંગ્સને કારણે દિલ્હી 49 રનના લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડવાની નામોશીથી બચી ગયું હતું. દિલ્લીની ટીમે 75 રન કર્યા હતા અને બેંગ્લૂરુએ 6.3 ઓવરમાં એક વિકેટના ભોગે 77 રન બનાવીને 81 બૉલ બાકી રાખીને 9 વિકેટના માર્જિનથી મૅચ જીતી લીધી હતી.