વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી સપ્તાહે વાટાઘાટો થવાની સંભાવના છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. જેમાં પરમાણુ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઓછો કરવાના મુદ્દાનો સમાવેશ થાય છે.
યુદ્ધ જેવી પરિસ્થિતિનો અંત લાવવાનો ઉદ્દેશ
આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કાયમી ધોરણે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે. આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનો અંત લાવવાનો અને વૈશ્વિક સ્તરે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.
કાયમી સમજૂતી પણ શક્ય
મીડિયા અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દાઓ ચર્ચા ચાલી રહી છે. આ કરારથી કોઇ નક્કર પરિણામ આવે તેવી સંભાવના છે. જેમાં યુદ્ધવિરામને લંબાવવા અને મુદ્દાઓ પર કાયમી સમજૂતી પણ શક્ય છે. જેમાં પણ પરમાણુ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટ મહત્વના મુદ્દાઓ છે.
સંવર્ધિત યુરેનિયમના જથ્થા અંગે પણ ચર્ચા
આ ઉપરાંત ઈરાન પાસે સંવર્ધિત યુરેનિયમના જથ્થા અંગે પણ ચર્ચા રહેલા ચાલી રહી છે. તેમજ અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હળવા કરવાનો મુદ્દો પણ મહત્વનો છે. જેમાં ઈરાન આર્થિક પ્રતિબંધો પર રાહતની માંગ કરે છે. જોકે, અમેરિકા વાટાઘાટામા દરેક બાજુનો વિચાર કરીને સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે.