ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ટીવીકેના વડા થલાપતિ વિજયે શપથ ગ્રહણ કર્યા હતા. જેની બાદ પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે થલાપતિ વિજયે પણ શુભેચ્છા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું કે તમિલનાડુના વિકાસ માટે તેવો કેન્દ્ર સરકારના સક્રિય સહયોગની અપેક્ષા રાખે છે.
કેન્દ્ર સરકારના સક્રિય સહયોગની અપેક્ષા
આ અંગે સીએમ વિજયે એક્સ પર લખ્યું કે, મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર. અમારો એકમાત્ર ઉદ્દેશ લોકોનું કલ્યાણ અને પ્રગતિ છે. તમિલનાડુના સતત વિકાસ માટે અમે કેન્દ્ર સરકારના સક્રિય સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
I extend my sincere gratitude to the Hon'ble Prime Minister Thiru @narendramodi Avl for his kind wishes on my assumption of office as the Chief Minister.
— TVK Vijay (@TVKVijayHQ) May 10, 2026
Our sole objective is the welfare and progress of our people. We look forward to the active support and cooperation of the… https://t.co/vKqznNY2AX
કેન્દ્ર સરકાર તમિલનાડુ સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે
આ પૂર્વે પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન. તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ. કેન્દ્ર સરકાર લોકોના જીવનધોરણમાં સુધારો કરવા માટે તમિલનાડુ સરકારને મદદ કરવાનું ચાલુ રાખશે.
Congratulations to Thiru C. Joseph Vijay on taking oath as Tamil Nadu Chief Minister. Best wishes for his tenure ahead. The Central Government will keep working with the Tamil Nadu Government to improve the lives of people.@TVKVijayHQ
— Narendra Modi (@narendramodi) May 10, 2026