Sun Aug 23 2026

Logo

તેલંગાણાની ફાર્મા યૂનિટમાં ભીષણ દુર્ઘટના: રિએક્ટર ફાટવાથી બેના મોત, 9 ઘાયલ; શિફ્ટ બદલતી વખતે થઇ દુર્ઘટના

2026-08-22 12:37:00
Author: Mumbai Samachar Team
Article Image

તેલંગાણાના યાદાદ્રિ-ભુવનગિરી જિલ્લાના પોચમપલ્લી મંડલના ડોટિગુડેમ ગામમા સ્થિત હેજેલો લેબ પ્રાઇવેટ લિમિટેડમાં જોરદાર બ્લાસ્ટ બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે 9 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. 

રાતના અંદાજે 10:30 વાગ્યે મળી ધડાકાની સૂચના 

ફાયર વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'રાતે અંદાજે 10:30 કલાકે સ્થાનિક લોકોએ ફોન કરીને સૂચના આપી કે એક ફાર્મા કંપનીમાં ધડાકો થયો છે. સૂચના મળતા જ ચૌટુપ્પલથી એક ફાયર વાહન અને અન્ય સ્થાનોથી બે ફાયર બ્રિગેડના વાહન સ્થળ પર પહોંચ્યા'

ડોટિગુડેમ ગામની ફાર્મા યૂનિટમાં થઇ દુર્ઘટના 

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના યાદાદ્રિ-ભુવનગિરી જિલ્લાના પોચમપલ્લી મંડલના ડોટિગુડેમ ગામ સ્થિત હેજેલો લેબ પ્રાઇવેટ લિમિટેડમાં થઇ. 

ધમાકા બાદ સ્થળ પર અફરા-તફરી મચી ગઇ. રાહત તેમજ બચાવ દળે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને સંભાળી.

બેના મોત, 9 ગંભીર રીતે ઘાયલ

ફાયરના અધિકારીએ જણાવ્યુ,'આ દુર્ઘટનામાં બે લોકોના જીવ જતા રહ્યા, જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

શિફ્ટ બદલવા દરમ્યાન થઇ દુર્ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે મોડી રાતે થઇ. દુર્ઘટના બાદ પોચમપલ્લી મંડલ સ્થિત ફાર્મા યૂનિટમાં આગ લાગી ગઇ. જે સમયે રિએક્ટરમાં વિસ્ફોટ થયો તે સમયે કર્મચારી પોતાની શિફટ બદલી રહ્યા હતા.

ધડાકાનું કારણ શોધવામાં લાગી ટીમ
    
ફાયરના અધિકારીના અનુસાર ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ સ્પષ્ટ થશે કે વિસ્ફોટ કયા કારણોસર થયો અને કઇ પરિસ્થિતિઓમાં બે લોકોના જીવ ગયા તથા અન્ય 9 લોકો ઘાયલ થયા

ફાયર વિભાગે બુઝાવી આગ

દુર્ઘટના બાદ ફાર્મા યૂનિટમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો. આગ ઓલવ્યા બાદ ઘટનાસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું અને રાહત તેમજ બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. પોલીસે આ અંગે મામલો નોંધ્યો છે. દુર્ઘટનાના કારણોની શોધ કરવા આગળની તપાસ કરવામા આવી રહી છે.