Fri Sep 04 2026

Logo

ઓગસ્ટ 2026માં બે ગ્રહણ અને છ મોટા ગ્રહોના ફેરફારથી આ છ રાશિઓનું ચમકશે નસીબ! જાણો તારીખો અને અસરો

2026-08-10 16:32:00
Author: Darshana Visaria
ઓગસ્ટ 2026માં બે ગ્રહણ અને છ મોટા ગ્રહોના ફેરફારથી આ છ રાશિઓનું ચમકશે નસીબ! જાણો તારીખો અને અસરો

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ઓગસ્ટ, 2026નો મહિનો અત્યંત ઉથલપાથલ અને મહત્વપૂર્ણ ગ્રહ ગોચરથી ભરેલો રહેવાનો છે. પંચાંગ અનુસાર, આ મહિને બે મોટા ગ્રહણ એટલે કે પૂર્ણ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ સાથે સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ અને શનિ જેવા છ મુખ્ય ગ્રહોની ચાલ અને નક્ષત્રમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ગ્રહોના આ મહાસંયોગથી તમામ 12 રાશિઓ પર અસર પડશે, પરંતુ છ ચોક્કસ રાશિના જાતકો માટે કરિયર, વેપાર અને ધનલાભના નવા રસ્તા ખુલશે.

ઓગસ્ટમાં આ દિવસો છે મહત્ત્વનાઃ

  • 11મી ઓગસ્ટના શુક્રનું નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે: શુક્ર દેવ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. પ્રેમ સંબંધો, દાંપત્ય જીવન અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
  • 12મી ઓગસ્ટના પૂર્ણ સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે: વર્ષનું સૌથી મોટું સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેથી સૂતકકાળ માન્ય રહેશે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે જ્યોતિષીય અસર જોવા મળશે.
  • 17મી ઓગસ્ટના સૂર્યનું સિંહ રાશિમાં ગોચર: સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. લોકોમાં આત્મવિશ્વાસ, લીડરશિપ અને કરિયરમાં મોટો સુધારો આવશે.
  • 19મી ઓગસ્ટ ગુરુનું નક્ષત્ર પરિવર્તન: દેવગુરુ બૃહસ્પતિ આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. શિક્ષણ, જ્ઞાન અને પારિવારિક કાર્યો ગતિ પકડશે.
  • 20મી ઓગસ્ટ (વક્રી શનિનું ચરણ પરિવર્તન): શનિ રેવતી નક્ષત્રમાં ચરણ બદલશે, જે મહેનતુ લોકો માટે શ્રેષ્ઠ ફળ અને ધૈર્યની પરીક્ષા લાવશે.
  • 22મી ઓગસ્ટના બુધનો સિંહમાં પ્રવેશ થશે અને બુધના સંચારથી વેપાર, બૌદ્ધિક ક્ષમતા અને સંચાર ક્ષેત્રના લોકોને નવી તકો મળશે. 
  • 25મી ઓગસ્ટ શુક્રનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થશે કલા, ફેશન, મીડિયા અને ડિઝાઈનિંગ ક્ષેત્રના લોકો માટે શુભ સમય શરૂ થશે. 
  • 28મી ઓગસ્ટ ચંદ્ર ગ્રહણના મહિનાના અંતે લાગનારું ચંદ્ર ગ્રહણ માનસિક સ્થિતિ અને સંબંધો પર સીધી અસર કરશે.

કઈ છ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિનઃ

મિથુન રાશિ: બુધના ગોચરથી તમારા વેપાર, નવા સોદા અને વ્યવસાયિક વાટાઘાટોમાં મોટો લાભ થશે.

સિંહ રાશિ: સૂર્ય અને બુધ તમારી જ રાશિમાં આવી રહ્યા હોવાથી સમાજમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવશે.

કન્યા રાશિ: શુક્રના બે વાર નક્ષત્ર બદલવાથી આકસ્મિક ધનલાભ, નવાં સાધનોની ખરીદી અને પારિવારિક સુખ વધશે.

ધન રાશિ: ગુરુનું નક્ષત્ર પરિવર્તન ઉચ્ચ શિક્ષણ, કરિયર અને ધાર્મિક યાત્રાઓમાં મોટી સફળતા અપાવશે.

કુંભ રાશિ: શનિના ફેરફારથી લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂરી થશે અને મહેનતનું યોગ્ય ફળ મળવાનું શરૂ થશે.

મીન રાશિ: ગ્રહણ અને શનિના પ્રભાવથી નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી પડશે, પરંતુ આકસ્મિક ધનલાભના યોગ પણ બનશે.