Thu Apr 30 2026

Logo

આજનું રાશિફળ (20-03-26): ચૈત્રી નોરતાના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની કૃપાથી આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-03-20 00:11:52
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિનો બીજો મા બ્રહ્મચારિણીના આશિર્વાદથી  દિવસ આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેવાનો છે અને એને કારણે કામના સ્થળે ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ્સ હાથ ધરી શકશો. લાંબા સમયથી અટકેલા સરકારી કામોમાં સફળતા મળવાના યોગ છે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉત્તમ દિવસ છે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને આંખોમાં બળતરા કે થાક જેવી સમસ્યા થઈ શકે છે. સાંજનો સમય મિત્રો સાથે આનંદમાં પસાર થશે.

 

વૃષભ: 

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે વેપાર અને નોકરીમાં આજે તમારી મહેનત રંગ લાવશે, ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે, જૂનું રોકાણ આજે ફાયદો કરાવી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે જે મન પ્રફુલ્લિત રાખશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને લગ્ન ઈચ્છુક જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખાનપાનમાં શિસ્ત જાળવવી હિતાવહ છે. નવી વસ્તુ કે વાહનની ખરીદી માટે દિવસ અનુકૂળ છે.

 

મિથુન: 

આજનો દિવસ આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાથી તમારા ધારેલા કાર્યો પૂરા થશે અને માનસિક બોજ હળવો થશે. નોકરીયાત વર્ગ માટે બદલી કે પ્રમોશનના સમાચાર મળી શકે છે જે ભવિષ્ય માટે લાભદાયી રહેશે. પિતા કે વડીલોના સહયોગથી મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે. વ્યવસાયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી નફામાં વધારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે, તેમ છતાં નિયમિત કસરત અને યોગ પર ધ્યાન આપવું. નવરાત્રીના બીજા દિવસે માતાજીની આરાધના કરવાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થશે.

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અને જીવનમાં સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજે ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ હોવાથી વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે દલીલો ટાળવી, નહીંતર માનસિક તણાવ વધી શકે છે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. સ્વાસ્થ્ય બાબતે ઉદર (પેટ) સંબંધી તકલીફો પરેશાન કરી શકે છે, તેથી બહારનું જમવાનું ટાળવું. મુસાફરી દરમિયાન સામાન અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. પરિવારનો સહયોગ તમારી હિંમત વધારશે. દેવી કવચનો પાઠ કરવાથી નકારાત્મકતા દૂર થશે અને મન શાંત રહેશે.

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલીથી ભરપૂર રહેશે. આજે તમને ભાગીદારીના વ્યવસાયમાં આજે મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે, નવા કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. સામાજિક મેળાવડામાં તમારું સન્માન વધશે અને તમે નેતૃત્વની ભૂમિકામાં જોવા મળશો. કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને આવકમાં સ્થિરતા આવશે. જીવનસાથી સાથે કોઈ જૂનો વિવાદ હોય તો આજે તેનો ઉકેલ આવશે અને પ્રેમ વધશે. સંતાનોના શિક્ષણ કે કરિયર બાબતે સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓએ બેદરકાર ન રહેવું. સાંજનો સમય આધ્યાત્મિક વાંચન કે પૂજામાં પસાર કરવો.

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો આજે પોતાના શત્રુઓ પર વિજય હાંસિલ કરશે. આજે તમારી કાર્યશૈલીથી વિરોધીઓ પણ પ્રભાવિત થશે. કોર્ટ-કચેરીના મામલામાં તમારા પક્ષમાં ફેંસલો આવી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવશે જે ભવિષ્યમાં આર્થિક સદ્ધરતા લાવશે. માતૃપક્ષ તરફથી ધનલાભ કે કોઈ ભેટ મળવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે સંશોધન અને ગહન અભ્યાસ માટે દિવસ અનુકૂળ છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી. સ્વાસ્થ્ય બાબતે ગળા કે ગરદનની સમસ્યા હોય તો કાળજી લેવી. ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી સફળતા મળશે.

 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે સંતાન પક્ષ તરફથી આજે અત્યંત ખુશીના સમાચાર મળશે, જે ઘરનું વાતાવરણ આનંદમય બનાવશે. બૌદ્ધિક અને કલાના ક્ષેત્રમાં તમારી પ્રતિભા નિખરશે અને તમને સન્માન મળશે. શેરબજાર કે લોટરી જેવા રોકાણોમાં અણધાર્યો ફાયદો થઈ શકે છે, પરંતુ લોભમાં ન આવવું. પ્રેમ સંબંધોમાં ગંભીરતા વધશે અને લગ્ન માટે પરિવારની સંમતિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે અને નવી ઊર્જાનો સંચાર થશે. સ્વાસ્થ્ય બાબતે પીઠ કે કમરના દુખાવાથી સાવધ રહેવું. માતાજીને લાલ ફૂલ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થશે.

 

વૃશ્ચિક: 

આજે વૃશ્ચિક રાશિના જાતકો જે પણ કામમાં હાથ નાખશે એમાં તમને સફળતા મળી રહી છે. સુખ-સુવિધાના સાધનોમાં વધારો થશે અને ઘરના નવીનીકરણ કે સજાવટ પાછળ ખર્ચ થશે. માતાના આશીર્વાદ અને સહયોગથી અટકેલા કામો પૂરા થશે અને માનસિક શાંતિ મળશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં બદલાવની શક્યતા છે જે તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે. આર્થિક સ્થિતિ સરેરાશ રહેશે, આવક અને ખર્ચનું સંતુલન જાળવવું. સ્વાસ્થ્યમાં છાતીમાં જકડન કે શરદીથી સાવધ રહેવું. નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી આત્મબળમાં વધારો થશે.

 

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે, જેનાથી તમે જોખમી કામો પણ કુશળતાથી પૂર્ણ કરી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેઓ તમારી મદદ માટે તત્પર રહેશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે વ્યવસાયિક રીતે લાભદાયી સાબિત થશે. સાહિત્ય, લેખન અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો માટે સન્માનનો દિવસ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જૂનું લેણું પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખભા કે હાથના સાંધાના દુખાવામાં સાવચેતી રાખવી. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે.

 

મકર: 

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેશે, અચાનક ધનલાભ થવાના મજબૂત યોગ છે. તમારી વાણીના પ્રભાવથી તમે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે લોકોનું દિલ જીતી શકશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને સભ્યો વચ્ચે તાલમેળ વધશે. સોના-ચાંદી કે અન્ય સ્થિર મિલકતમાં રોકાણ કરવા માટે દિવસ શુભ છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો અને લક્ષ્ય તરફ આગળ વધવાનો સમય છે. સ્વાસ્થ્યમાં દાંત કે મોઢાની સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવું. ગાયને ઘાસ ખવડાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે અને અવરોધો દૂર થશે.

 

કુંભ: 

કુંભ રાશિમાં જ ગ્રહોનો અદભૂત સંયોગ હોવાથી આજે તમે અત્યંત ઊર્જાવાન અને ઉત્સાહિત અનુભવશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેનાથી તમે મુશ્કેલ નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને તમારી કાર્યક્ષમતાની કદર થશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને પરસ્પર સમજણ વધશે. આર્થિક લાભ થવાના યોગ છે, પરંતુ બિનજરૂરી ખર્ચથી બચવું. સામાજિક વર્તુળ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. શુક્રવાર હોવાથી લક્ષ્મીજીની આરાધના કરવી ફળદાયી રહેશે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. 

 

મીન: 

મીન રાશિના જાતકોના ખર્ચમાં આજે અચાનક વધારો થઈ શકે છે, તેથી આર્થિક આયોજન બહુ વિચારપૂર્વક કરવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રયત્નો સફળ થશે અને સારા સમાચાર મળશે. અધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને તમે માનવસેવાના કાર્યોમાં સક્રિય રહેશો. કોર્ટ-કચેરીના મામલામાં સમાધાન માટે વાટાઘાટો થઈ શકે છે જે રાહત આપશે. મુસાફરી દરમિયાન સાવચેત રહેવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. આંખોમાં બળતરા કે ઊંઘની અનિયમિતતા પરેશાન કરી શકે છે. જીવનસાથીનો સહયોગ મુશ્કેલ સમયમાં તમારી હિંમત બનીને રહેશે. દાન-પુણ્ય કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે.