Mon May 18 2026

Logo

સનાતન મુદ્દે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

2026-05-17 19:03:17
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : તમિલનાડુમાં સનાતન વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ડીએમકેના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી છે. તેમણે હાલમાં રાજ્યમાં ટીવીકેની જીત બાદ સીએમ થલાપતિ વિજયની હાજરીના સનાતનને નાબુદ કરવાની વાત કહી હતી. ત્યારે હવે આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પૂર્વે ઉદયનિધિએ સનાતન અંગે આવી જ ટિપ્પણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તેમને કડક ઠપકો આપ્યો  હતો. જોકે, આ વખતે  આ ટિપ્પણી તમિલનાડુ વિધાનસભાની અંદર કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

આ અંગે મળતી માહિતી મુજબ એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ઉદયનિધિની સનાતન ધર્મના નાબૂદી માટેની ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી અવમાનના અરજીના દાયરામાં દાખલ કરવામાં આવી છે.

બેન્ચ દ્વારા તેને સ્વીકારવામાં આવી

આ અરજીમાં જણાવાયું છે કે હેટ સ્પીચ  અને તેના જેવા મામલાઓ અંગે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો છતાં પોલીસ ઉદયનિધિ સ્ટાલિન સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. જોકે આ અરજી ઉદયનિધિના અગાઉના નિવેદનોના આધારે  29 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી હતી. તેની બાદ જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા તેને સ્વીકારવામાં આવી હતી. તેમાં હવે  એક વધારાની રજૂઆત ઉમેરવામાં આવી છે. જેમાં  ઉદયનિધિએ તમિલનાડુ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ફરી એકવાર સનાતન ધર્મને નાબૂદ કરવાની વાત કરી હતી.

કોઈપણ દેવતામાં શ્રદ્ધાના વિરોધી નથી

જો કે, ઉદયનિધિએ હવે તમિલનાડુમાં કરેલી તેમની ટિપ્પણી અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ દેવતામાં શ્રદ્ધાના વિરોધી નથી . તેઓ જાતિના આધારે ઐતિહાસિક રીતે કરવામાં આવતા ભેદભાવનો વિરોધ કરે છે.

સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2023 માં એક કાર્યક્રમ દરમિયાન  ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી અને તેના નાબૂદી માટે હાકલ કરી હતી. આ સમયે પણ  એક મોટો વિવાદ સર્જાયો હતો.  જેની ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી.