Wed Jun 03 2026

Logo

શું પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે લગ્ન કરવાની હતી સુષ્મિતા સેન? એક્ટ્રેસે કર્યો ખુલાસો...

2026-06-03 20:26:16
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ અને ક્રિકેટ હંમેશાથી જ એક સિક્કાની બે બાજુ રહ્યા છે. ક્રિકેટ અને બોલીવૂડના સંબંધો હંમેશાથી મીડિયા અને ફેન્સ માટે ગૉસિપનો એકદમ હોટ વિષય રહ્યો છે. સુષ્મિતા સેનની તગડી ફેન ફોલોઈંગ છે અને એમાંથી જ એક હતા પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમ. એક સમય એવો પણ હતો કે જ્યારે વસીમ અકરમ અને સુષ્મિતા સેનના અફેયરની ચર્ચા જોરશોરથી થઈ રહી હતી, પરંતુ તેમણે આ અફવાઓનું ખંડન કર્યું હતું. 

વાચત જાણે એમ છે કે સુષ્મિતા સેન અને વસીમ અકરમે એક શો હોસ્ટ કર્યો હતો એક ખિલાડી એક હસીના. આ શોમાં ક્રિકેટર્સ અને બોલીવૂડની હસીનાઓની જોડી બનાવવામાં આવી હતી. એ સમયે એવી અફવાઓ ઉડી હતી કે સુષ્મિતા સેન વસીમ અકરમના પ્રેમમાં છે. એટલું જ નહીં એવો દાવો પણ કરાઈ રહ્યો હતો કે બંને જણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

જોકે, સુષ્મિતા સેને આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને તેમણે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે વસીમના મારી સાથે થનારા લગ્નની વાતો સાંભળી રહી છું. આ સંપૂર્ણપણે બકવાસ છે અને દેખાડે છે કે મીડિયા ક્યારેક ક્યારેક કેટલી બિનજવાબદારીભર્યું વર્તન કરે છે. વસીમ અકરમ હંમેશાંથી મારા સારા મિત્ર રહ્યા છે અને રહેશે. તેમની જિંદગીમાં એક શાનદાર મહિલા છે. એટલું જ નહીં સુષ્મિતાએ ફેન્સને એવું વચન પણ આપ્યું હતું કે જો તેને કોઈ મિસ્ટર રાઈટ મળશે તો તે સૌથી પહેલાં તેમની સાથે શેર કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન હાલમાં 50 વર્ષની થઈ ગઈ છે, પણ તેણે હજુ લગ્ન નથી કર્યા. જોકે, તે બે બાળકીઓની માતા છે, જેમને તેણે દત્તક લીધી છે. સુષ્મિતાએ ભલે લગ્ન ન કર્યા હોય પણ તે ડેટિંગ લાઈફને કારણે સતત લાઈમલાઈટમાં આવતી હોય છે. હાલમાં સુશ તેનાથી 15 વર્ષ નાના જાણીતા મોડેલ રોહમન શોલ સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં આવી હતી. પરંતુ લગ્ન પહેલાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.  

ત્યાર બાદ બિઝનેસમેન અને આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી સાથે પણ સુષ્મિતા સેનનું નામ જોડાયું હતું પરંતુ સુષ્મિતાની આ રિલેશનશિપ પણ ખાસ કંઈ લાંબુ ચાલી શકી નહીં.