Sat Jun 27 2026

Logo

આયરલૅન્ડ સામે ભારતની શરમજનક હારના કારણો, આ ખેલાડી રહ્યા પરાજયના વિલન

Belfast   2026-06-27 08:57:00
Author: Mayur Patel
Article Image

બેલફાસ્ટઃ શુક્રવારે આયરલૅન્ડ સામે રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો 34 રનથી ભૂંડો પરાજય થયો હતો. આયરલૅન્ડે પ્રથમ વખત કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને હાર આપી હતી.

ભારતની હારના કારણો

ટોસ જીતીને બોલિંગનો નિર્ણયઃ ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ મેદાનની પિચ બેટ્સમેનોને મદદગાર હતી. જેના પર પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમ 200 રન બનાવી શકત. આટલો સ્કોર ચેઝ કરવો આયરલૅન્ડ માટે આસાન ન હોત પરંતુ કેપ્ટન અય્યરે ટૉસ જીતી બોલિંગ લીધી હતી. આયરલૅન્ડે પ્રથમ બેટિંગ કરીને 182 રનનો બનાવ્યા, જેનો પીછો કરતા ભારતીય ટીમ 18.5 ઑવરમાં 148 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

બેટ્સમેનોની બેજવાદારી ભરી બેટિંગઃ રન ચેઝ કરતી વખતે ભારતીય બેટ્સમેનોએ બેજવાબદારી ભરી બેટિંગ કરી હતી. ટીમે 60 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 80 રનના સ્કોરે અભિષેક શર્મા પણ તાબડતોડ ફિફ્ટી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. ચાર વિકેટ ગુમાવ્યા બાદ પણ ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરવાનું ચાલું રાખ્યું હતું. જેના કારણે સતત વિકેટ પડતી રહી હતી. મિડલ ઓવરમાં કોઈ મોટી ભાગીદારી ન થઈ, જે ભારતની હારનું સૌથી મોટું કારણ બન્યું.

નબળી ફિલ્ડિંગઃ ભારતના ફિલ્ડરોએ કેટલાક આસાન કેચ પડતા મૂક્યા હતા. નબળી ફિલ્ડિંગ પણ ભારતની હારનું એક કારણ રહ્યું હતું.

ભારતની હારના વિલન

પ્રસિદ્ધ કૃષ્ણાઃ આયરલૅન્ડ સામે ભારતીય પેસ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની ધોલાઈ કરી હતી. તેણે 4 ઓરમાં 14.20ની સરેરાશથી 57 રન આપ્યા હતા. તેમજ કોઈ વિકેટ મળી નહોતી. તેણે 17મી ઓવરમાં 27 રન પ્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાં આયરલૅન્ડ સામે ભારતીય બોલર તરીકે પ્રસિદ્ધની 27 રનની ઓવર સૌથી ખર્ચાળ હતી.

સંજુ સેમસનઃ 183 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમને સંજુ સેમસનના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેબ્યૂ મેચ રમી રહેલા ભારતીય મૂળના જય મુંદ્રાએ તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. જે બાદ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.

ઈશાન કિશનઃ સંજુ આઉટ થયા બાદ વન ડાઉન પર ઉતરેલા ઈશાન કિશને મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હતી. તેણે 5 બોલમાં માત્ર 1 જ રન બનાવ્યો હતો.

શ્રેયસ અય્યરઃ ભારતીય ટીમના નવનિયુક્ત ટી20 કેપ્ટન શ્રેયસ અય્યર બેટિંગમાં ખાસ દમ બતાવી શક્યો નહોતો. તેણે 7 બોલમાં 3 રન જ બનાવ્યા હતા.

વૉશિંગ્ટન સુંદરઃ ભારતીય ટીમે 80 રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી અને સંજુ સેમસનને બેટિંગમાં પ્રમોટ કરાયો હતો. જોકે તે આ મોકાનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો. તેણે 12 બોલમાં 9 રન બનાવ્યા અને બોલિંગમાં 1 ઓવરમાં 19 રન આપ્યા હતા.