Wed Jun 03 2026

Logo

એક બિહારી સબ પે ભારીઃ વિરાટે વૈભવને શું કહ્યું એ છેવટે આરસીબીએ જાહેર કરી જ દીધું

2026-06-03 21:22:54
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદઃ રવિવારે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગ્લૂરુએ ગુજરાતને ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને સતત બીજી સીઝનમાં ટ્રોફી જીતી લીધી ત્યાર બાદ આરસીબીના અભૂતપૂર્વ સેલિબ્રેશન દરમ્યાન મેદાન પર આ વખતની સીઝનનો હાઇએસ્ટ રનમેકર રાજસ્થાન રૉયલ્સનો વૈભવ સૂર્યવંશી તેના આદર્શ અને ફાઇનલના સુપરસ્ટાર વિરાટ કોહલી (Kohli)ને મળવા આવ્યો ત્યારે વિરાટે તેની સાથે શું વાતચીત કરી એ આરસીબીએ છેવટે જાહેર કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.

ફાઇનલ પછીના ઇનામ વિતરણ સમારોહમાં વૈભવ (Vaibhav) હાજર રહ્યો હતો. તેને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ, મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર, મોસ્ટ સિક્સીસ સહિત ઘણા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ઇનામ વિતરણ સમારોહ વખતે મેદાન પર ઘણા ખેલાડીઓએ એકમેકને મળીને વાતચીત કરી હતી, પરંતુ વિરાટે વૈભવના ખભા પર હાથ મૂકીને તેને શું સલાહ આપી એ જાણવાની ઘણાને આતુરતા હશે. 

વિરાટે ત્યારે વૈભવને સલાહ આપતાં કહ્યું, `યહાં સે ઉપર જાના હૈ. જો હુઆ હૈ વો અચ્છી મહેનત ઔર બિલીફ કી વજહ સે હુઆ. કૌન ક્યા બોલ રહા હૈ, કૈસે બોલ રહા હૈ...એક બિહારી સબ પે ભારી. ખતમ ગેમ.'