ચાલુ નાણાકીય વર્ષમાં બેલેન્સ ઓફ પેમેન્ટ 50 અબજ ડોલરને પાર; RBIના વિદેશી હૂંડિયામણમાં રેકોર્ડ વધારાથી રૂપિયાને મળશે બળ
નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારી ખાસ કરીને મધ્યમ વર્ગના સિસ્કારા બોલાવી રહી છે પણ દેશની તિજોરીમાં વિદેશમાંથી સારી એવી રકમ આવી છે. નાણાકીય અહેવાલ અનુસાર ભારતની તિજોરીમાં વિદેશમાંથી ખૂબ સારી એવી રકમ આવી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થા એક ખૂબ સારા પોઝિટિવ તબક્કામાંથી પસરા થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ 50 અબજ ડૉલરના શાનદાર આંક સાથે જમા થઈ ગયું છે. સરપ્લસનો અર્થ થાય છે બચત અથવા તો વધારાની રકમ. જોઈએ એક વિગતવાર રિપોર્ટ.
વિદેશી ફંડમાં નોંધપાત્ર વધારો
દેશમાંથી જેટલી રકમ બાહર જઈ રહી છે એની તુલનામાં, તે રકમની સરખામણીમાં એનાથી ઘણી રકમ વિદેશથી ભારતની તિજોરીમાં જમા થઈ રહી છે. ટૂંકમાં વિદેશમાંથી મળતું ફંડ વધારે છે, જ્યારે નિકાસની રકમ એના કરતા ઘણી ઓછી છે. આનો ફાયદો એ થાય છે કે, ચાલુ ખાતામાં જીડીપી આશરે 1 ટકા સુધી જ સિમિત છે.
આ સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે, મોંઘવારીના કાળમાં પણ દેશની સ્થિતિ આર્થિક રીતે મજૂબત છે અને દેશ નાણાકીય રીતે સક્ષમ છે. આ રકમ લાંબા ગાળે મોંઘવારીને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર તાજેતરમાં વિદેશી ચલણ એકત્ર કરવા માટે FCNR(B) ડિપોઝિટ યોજના રજૂ કરી છે. આ યોજનાને જબરદસ્ત સફળતા મળી છે, જેના કારણે અત્યાર સુધીમાં દેશમાં 57 અબજ ડોલરનું જંગી વિદેશી ચલણ આવ્યું છે.
વૈશ્વિક જોખમો કેમ યથાવત્ છે?
રિપોર્ટમાં જે રીતે ઉલ્લેખ છે એ પ્રમાણે ઓગસ્ટના બાકીના દિવસોમાં વધારાના $25 થી $30 બિલિયનનો ફંડ ફ્લો આવી શકે છે, જે કુલ ક્લેક્શનને 85 અબજ ડોલરની નજીક પહોંચાડી શકે છે. તાજેતરમાં RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ પણ પ્રકાશિત કર્યું હતું કે, વિદેશી સીધા રોકાણ (FDI)ની સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)નો પ્રવાહ ખૂબ જ મજબૂત રહે છે, જે ભારતની બાહ્ય નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરે છે.વિશ્વભરમાં વિવિધ વૈશ્વિક જોખમો યથાવત છે.
અમેરિકામાં 30 વર્ષનો ટ્રેઝરી યીલ્ડ 5.3 ટકાની નજીક પહોંચી ગયો છે. આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ સતત તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી વધવાનું જોખમ છે. તેલના વધતા ભાવોની સીધી અસર આપણા અર્થતંત્ર પર પડે છે. આ વૈશ્વિક અસ્થિરતા સામે રક્ષણ મેળવવા માટે, RBI તેના અનામતને વૈવિધ્યીકરણ કરી રહી છે.
સોનાનો ભાગ કેટલો?
વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો વધારવામાં આવ્યો છે; તે 2026 નાણાકીય વર્ષમાં રેકોર્ડ 16.7 ટકા હતો અને 7 ઓગસ્ટ સુધીમાં 15.38 ટકા રહ્યો. આ નોંધપાત્ર અનામત કોઈપણ મોટી કટોકટીની સ્થિતિમાં દેશ માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય દરેક નાગરિક માટે ખૂબ મહત્વનું છે. વિદેશી ચલણના પ્રવાહથી રૂપિયાને મજબૂતી મળી છે.
FCNR(B) પગલાંના અમલીકરણ પછી તેમાં 0.1 ટકાનો વધારો થયો છે. SBI રિસર્ચનો અંદાજ છે કે, ઓગસ્ટના અંત સુધીમાં ડોલર સામે રૂપિયો 95-95.5 ના સ્તર સુધી પહોંચી શકે છે. જોકે આ મજબૂતાઈ 2013 ના દૃશ્યથી કંઈક અંશે અલગ હોઈ શકે છે, સ્થિર રૂપિયાથી આયાતી માલ સસ્તો થાય છે - એક લાભ જે પરોક્ષ રીતે સામાન્ય લોકો સુધી પહોંચે છે. વિદેશથી જે ફંડ મળે છે એની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ એ ફંડ છે જેને ડાયરેક્ટ કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી.
બેંકે ચિંતાઓને ફગાવી દીધી
બજારમાં એવી ચિંતા હતી કે RBI ની સ્વેપ સુવિધાનો ખર્ચ ખૂબ વધારે હશે. SBI રિસર્ચે આ ચિંતાઓને ફગાવી દીધી છે. રિપોર્ટ મુજબ, પાંચ વર્ષમાં કુલ હેજિંગ ખર્ચ આશરે $10.5 બિલિયન થશે. આ આંકડો ભારતના વિશાળ વિદેશી હૂંડિયામણ અનામતના માત્ર 1.45 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગભગ 700 અબજ ડોલર છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશ જે નોંધપાત્ર વિદેશી અનામત એકઠા કરી રહ્યો છે તેના ફાયદા સામે આ ખર્ચનું વજન નજીવું છે.