નવો મહિનો શરૂ થતાંની સાથે જ બેંક સંબંધિત કામો ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા હોલિડે કેલેન્ડર મુજબ, ઓગસ્ટ, 2026માં દેશભરની અલગ-અલગ બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ઓણમ અને મિલાદ-ઉન-નબી જેવા તહેવારો અને પ્રાદેશિક ઉત્સવોનો સમાવેશ થાય છે. આરબીઆઈના નિયમો અને તહેવારો મુજબ ઓગસ્ટ મહિનામાં નીચે મુજબના દિવસોએ બેંકોમાં કામકાજ બંધ રહેશે-
2જી ઓગસ્ટ, 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
8મી ઓગસ્ટ, 2026: બીજો શનિવાર (દેશવ્યાપી રજા)
9મી ઓગસ્ટ, 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
13મી ઓગસ્ટ, 2026: પેટ્રિઓટ્સ ડે (મણિપુરમાં બેંકો બંધ)
15મી ઓગસ્ટ, 2026 : સ્વતંત્રતા દિવસ / પારસી નવું વર્ષ (સમગ્ર દેશમાં બેંકો બંધ)
16મી ઓગસ્ટ, 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
19મી ઓગસ્ટ, 2026: મહારાજા બીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની જન્મજયંતિ (અગરતલામાં બેંકો બંધ)
22મી ઓગસ્ટ, 2026: ચોથો શનિવાર (દેશવ્યાપી રજા)
23મી ઓગસ્ટ, 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
25મી ઓગસ્ટ, 2026: મિલાદ-ઉન-નબી / પ્રથમ ઓણમ (કેરળ અને આંધ્રપ્રદેશમાં બેંકો બંધ)
26મી ઓગસ્ટ, 2026: ઈદ-એ-મિલાદ / ઓનમ (મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ સહિતના મુખ્ય શહેરોમાં બેંકો બંધ)
28મી ઓગસ્ટ, 2026: રક્ષાબંધન / પંગ-લાભસોલ (ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં બેંકો બંધ)
30મી ઓગસ્ટ 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
બેંકો બંધ હોય ત્યારે કઈ સેવાઓ ચાલુ રહેશે?
ભલે મહિનામાં અલગ-અલગ તહેવારો અને સપ્તાહાંતને કારણે બેંક શાખાઓ (Bank Branches) બંધ રહે, પરંતુ ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે જેમાં યુપીઆઈ (UPI) અને મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ (ATM) સેવામાંથી રોકડ ઉપાડ જેવી સર્વિસનો સમાવેશ થાય છે. જો તમારે બેંક શાખામાં જઈને ચેક ડિપોઝિટ કરાવવો, કેવાયસી (KYC) અપડેટ કરાવવું કે લોન સંબંધિત જરૂરી કામકાજ કરવાનું હોય, તો અગાઉથી જ રજાઓની યાદી ચકાસીને તમારું આયોજન કરવું હિતાવહ છે!