લખનઉઃ બોલિવૂડ તથા ભોજપુરી ફિલ્મના અભિનેતા તેમજ રાજનેતા રવિ કિશન સમયાંતરે ચર્ચામાં રહે છે. તાજતરમાં જ એમને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલનો ઉલ્લેખ કર્યો હતો.આ દરમિયાન તેમણે વર્ક ફ્રોમ હોમના બદલે હોમ ફ્રોમ વર્ક બોલી દીધું હતું. આ લાઈન સોશિયલ મીડિયા પર જંગલમાં લાગેલી આગની જેમ વાયરલ થઈ રહી છે. લોકોએ આના પર મિમ્સ બનાવીને પોસ્ટ કર્યા હતા.
કિસ્સા પર કરી મોટી ચોખવટ
આખરે રવિ કિશને આના પર પ્રતિક્રિયા આપી છે. તેમનું એવું કહેવું છે કે, આજ સુધી ખબર નથી પડતી કે, મારા આટલા મિમ્સ વાયરલ કેવી રીતે થઈ રહ્યા છે? તેમણે આ કિસ્સા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાઈ, હું પણ માણસ છું. હું પણ આપની જેમ સામાન્ય વ્યક્તિ જ છું.બીજાની જેમ મારી પણ ભૂલ થાય. હકીકતમાં રવિ કિશનની ફિલ્મ 'મા બહેન'નું શુક્રવારે ટ્રેલર રીલિઝ થયું હતું.આ પ્રસંગે જે વીડિયો વાયરલ થયો એ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એ સમયે તેમણે વર્ક ફ્રોમ હોમના બદલે હોમ ફ્રોમ વર્ક બોલી દીધું હતું. વડા પ્રધાન મોદીએ કરેલી વર્ક ફ્રોમ હોમની અપીલ પર તેઓ બોલી રહ્યા હતા. એ સમયે આ ભૂલથી નીકળી ગયું હતું. ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને ઉમેર્યું કે, મહાદેવની કસમ ખાયને કહું છું કે, મને બિલકુલ અંદાજો ન હતો કે, હું વાયરલ થતો રહું છું. આ એ સમય હતો જ્યારે હું સંસદમાં જઈ રહ્યો હતો.
Ravi Kishan home from work statement #ravikishan #bjp #trending @ravikishann pic.twitter.com/yylSzJ49Iu
— Prashant Kaushik (@thesharmaup13) May 21, 2026
આવી રહી છે મસ્ત ફિલ્મ
કહેવા માગતો હતો વર્ક ફ્રોમ હોમ કરવાની જરૂરિયાત છે પણ ભૂલથી નીકળી ગયું હોમ ફ્રોમ વર્ક. 'મા બહેન' ફિલ્મમાં રવિ કિશનનો એક અલગ અવતાર જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહી છે. ક્રાઈમ, ડ્રામા અને કોમેડીની થીમ સાથે આ ફિલ્મ આવી રહી છે. માધુરી દીક્ષિત આ ફિલ્મમાં એક નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ સુરેશ ત્રિવેણીએ બનાવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 4 જૂનના રોજ સ્ટ્રિમ થવાની છે.