મુંબઈઃ 5 એપ્રિલના રોજ રશ્મિકાએ પોતનો 30 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દિવસે એની આવનારી 'ફિલ્મ મ્યાસા'નો લૂક રીલિઝ કરવામાં આવ્યો છે. એમના જન્મદિવસને ખાસ બનાવવા માટે મેકર્સે આ દિવસની પસંદગી કરી છે. ફિલ્મનો ફર્સ્ટલૂક દમદાર છે. આ ફિલ્મ આવે એ પહેલા જ ફેન્સમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે.
રશ્મિકાનો નવો અવતાર જોવા મળશે
જાહેર કરવામાં આવેલા મોનોક્રોમ પોસ્ટરમાં બ્લેક કલર થીમને ફોલો કરવામાં આવી છે. આ ફિલ્મમાં રશ્મિકા એક નવા અવતારમાં જોવા મળશે. ચહેરા પર ધૂળ અને લોહીના નિશાન, આ એમના પાવર અને ઈમોશનની ઊંડાઈ દેખાડે છે. આ ફિલ્મમાં રશ્મિકા એક નવા પાત્રમાં જોવા મળશે. લૂક પરથી એટલું કહી શકાય કે, આ ફિલ્મમાં તેનો એક્શન અવતાર જોવા મળશે. નીડર અને એક્શનથી ભરપૂર હશે આ ફિલ્મ. પોસ્ટર શેર કરીને રશ્મિકાએ લખ્યું હતું કે, ગ્રેસ અને ચાર્મથી દિલ જીતી લેતી રશ્મિકાનો ગુસ્સો અને રફ્તાર દર્શકોને ચોંકાવી દેશે. આ એમની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને ધમાકેદાર ભૂમિકા હશે.
ડેટ આપી નથી
ફિલ્મના ફર્સ્ટ લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ માટે રશ્મિકાએ સારી એવી મહેનત કરી હતી. ફિલ્મનું દમદાર બેગ્રાઉન્ડ અને બ્લેકલૂક લોકોને પસંદ આવી રહ્યો છે. ફેન્સ રશ્મિકાનું આ ફિલ્મમાં એક અલગ રૂપ જોશે. પોસ્ટ સાથે જે મ્યુઝિક પોસ્ટ કરાયું છે એના પરથી એટલું કહી શકાય કે ફિલ્મમાં એક થ્રીલ હશે. આ એક ઈમોશનલ એક્શન થ્રીલર ફિલ્મ છે, આદિવાસી વિસ્તારની થીમ તૈયાર કરવામાં આવી છે. દમદાર વિઝ્યુઅલ્સ, દમદાર સ્ટોરી, સ્ક્રિપ્ટિંગ, ડાયલોગ્સ અને રશ્મિકાનું પર્ફોમન્સ આ બધાનો સંગમ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે જ આવવાની છે પણ મેકર્સ હજુ સુધી આ ફિલ્મની ડેટમાં કોઈ અપડેટ આપી નથી.